Last Updated on March 3, 2021 by
બોલિવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ અને મધુ મન્ટેના ઘરે ઈન્કમટેક્ષે દરોડા પડ્યા છે. મધુ મન્ટેની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની kwaanની ઓફિસ પર પણ દરોડા પડ્યા છે. આ મામલે એવા અહેવાલ આવી રહ્યા છે કે આ દરોડા ફેન્ટમ ફિલ્મની ટેક્સ ચોરી મામલે પાડવામાં આવ્યા છે.
તો મુંબઇમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફેંટમ ફિલ્મ્સ સંબંધિત કેસમાં આઇટી વિભાગે મુંબઇ અને પૂણેમાં જુદા જુદા 22 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં બોલિવૂડના ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ, ફિલ્મ નિર્માતા વિકાસ બહલ… અને મધુ મંટેનાના ઘરે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે. વિકાસ બહલ આ પ્રોડકશન હાઉસના સંસ્થાપક છે. જ્યારે કે અનુરાગ કશ્યપ તેના માલિક છે. ટેક્સ ચોરીને લઇને આઇટી વિભાગની કાર્યવાહી થઇ હોવાની વાત સામે આવી રહી છે. આ બોલિવૂડ હસ્તીઓની સામે કથિત રીતે મોટા પાયે ટેક્સ ચોરીનો મામલો છે.
આ બોલિવૂડ હસ્તીઓની સામે કથિત રીતે મોટા પાયે ટેક્સ ચોરીનો મામલો
Income Tax raids underway at the properties of film director Anurag Kashyap and actor Taapsee Pannu in Mumbai: Income Tax Department
— ANI (@ANI) March 3, 2021
આયકર વિભાગના સૂત્રોનું કહેવું છે કે ટેક્સ ચોરી કરવાના કેસમાં ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલ લોકો પર આવકવેરા વિભાગ દરોડા પાડવાની કામગીરી કરી રહયું છે. જેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, વિકાસ બહલ અને અન્ય જાણીતા લોકો પણ સામેલ છે. ઘણા અન્ય લોકોની પણ ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા કર ચોરીના મામલે તપાસ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ફૈટમ ફિલ્મની સ્થાપના અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની, મઘુ મંટેના અને વિકાસ બહેલે મળીને કરી હતી. વર્ષ 2018માં વિકાસ બહલ પર લાગેલ યૌન શોષણના આરોપોના પછી આ કંપની ખતમ થઈ ગઈ હતી અને ચારેય પાર્ટનર જુદા થઈ ગયા હતા.
ફેન્ટમ ફિલ્મની ટેક્સ ચોરી મામલે પાડવામાં આવ્યા
આવક વેરા વિભાગની ટીમ મુંબઈ પુણે સહીત 20 જેટલી જગ્યાઓએ એક સાથે દરોડા પાડી રહી છે. તેમાં ચાર કંપનીઓ પણ સામેલ છે.
દોબારામાં તાપસી અને અનુરાગ હતા સાથે ગત મહિને જ બાલાજી ટેલિફિલ્મ્સના નવા ડિવિઝન કલ્ટ મૂવીઝ દ્વારા ‘દોબારા’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે અને અનુરાગ કશ્યપ આ થ્રિલર ફિલ્મનું નિર્દેશન કરવાના છે. તેના ટીઝર વિડીયોમાં તાપસી અને અનુરાગ બંને સાથે જોવા મળ્યા હતા. આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટેક્સ ચોરીના મામલે ફેટમ ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામે આઇટી વિભાગ તપાસ કરી રહી છે. આઇટી વિભાગ અન્ય લોકોની પણ ફિલ્મ ફેટમ મુદ્દે ટેક્સ ચોરી મામલે શોધખોળ કરી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31