GSTV
Gujarat Government Advertisement

કેવડિયામાં ‘કમલમ’ ખીલવવા સરકારે બજેટમાં ફાળવ્યા 15 કરોડ, આટલા વિસ્તારમાં થશે વાવેતર

Last Updated on March 3, 2021 by

આજે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે પોતાનું નવમું અને ગુજરાતનું વર્ષ 2021-22 માટેનું કુલ 2 લાખ 27 હજાર કરોડનું બજેટ રજુ કર્યું. બજેટમાં બાગાયત વિભાગ માટે કુલ 442 કરોડની ફાળવણી કરવામાં આવી છે તો સાથે સાથે વન અને પર્યાવરણ વિભાગ માટે 1 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના કેવડિયામાં ડ્રેગન ફ્રૂટ એવા કમલમના વાવેતર માટે પણ 15 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે.

બજેટ

સામાજિક વનીકરણ માટે 219 કરોડની જોગવાઈ

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે વન અને પર્યાવરણ વિભાગ માટે 1 હજાર 817 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં કમલમના બે લાખ રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડિયાની આજુબાજુના 50 કિલોમીટરની ત્રિજ્યામાં કમલમ (ડ્રેગન ફ્રૂટ)નું વાવેતર તથા જાળવણી  માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  આ ઉપરાંત રાજ્યમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં સામાજિક વનીકરણ માટે 219 કરોડની જોગવાઈ કરાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે જોગવાઈ

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બજેટ સ્પીચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરવામાં આવી. કેવડીયાના સંકલીત વિસ્તારમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રીવર રાફ્ટીંગ,નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વિયર, હાઈ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મીનસ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જેથી બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે 652 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી.

બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ.૪૪૨ કરોડની જોગવાઇ

બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ. નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ.

બજેટની ખાસ જોગવાઈ

  • રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સૌની યોજનાના બીજી તબક્ક માટે 1 હજાર 71 કરોડની જોગવાઈ કરી છે.  આ ઉપરાંત અટલ ભુજલ યોજના હેઠળ 757 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.  રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા માટે 312 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
  • કૃષિ વિભાગમાં રૂ. 191 કરોડની ઓછી ફાળવણી, ગત વર્ષે રૂ. 7423 કરોડની કરાઇ હતી ફાળવણી, ચાલુ વર્ષે કૃષિ બજેટમાં ફાળવ્યા છે રૂ. 7232 કરોડ
  • જળ સંપતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં રૂ. 1726 કરોડની ઘટ, ગત વર્ષે રૂ. 7220 કરોડની કરાઈ હતી જોગવાઈ, ચાલુ વર્ષે રૂ. 5494 કરોડની જોગવાઈ કરાઇ છે.
  • શિક્ષણ વિભાગ માટે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રૂ. 764 કરોડ રૂ. વધુ બજેટ ફાળવાયું, ગત વર્ષે રૂ. 31955 કરોડ ફાળવાયા હતા, ચાલુ વર્ષે રૂ. 32719 કરોડની જોગવાઈ કરાઇ
  • આરોગ્ય વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 80 કરોડ વધુ ફાળવાયા, ગત વર્ષે રૂ 11243 કરોડ ફાળવાયા હતા, ચાલુ વર્ષે રૂ 11323 કરોડની જોગવાઈ કરાઇ
  • મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 361 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 3150 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3511 કરોડની જોગવાઈ કરાઇ
  • પાણી – પુરવઠા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 343 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4317 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3975 કરોડની જોગવાઈ કરાઇ
  • સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 32 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4321 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4353 કરોડની જોગવાઈ કરાઇ
  • આદિજાતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 19 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 2675 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 2675 કરોડની જોગવાઈ કરાઇ
  • પંચાયત વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 295 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 9091 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 8796 કરોડની જોગવાઈ કરાઇ
  • શહેરી વિકાસ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13440 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13493 કરોડની જોગવાઈ કરાઇ
  • શ્રમ અને રોજગાર વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 41 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1461 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1502 કરોડની જોગવાઈ કરાઇ
  • માર્ગ અને મકાન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 985 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 10200 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 11185 કરોડની જોગવાઈ કરાઇ
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 90 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1397 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1487 કરોડની જોગવાઈ કરાઇ
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 883 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13917 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13034 કરોડની જોગવાઈ કરાઇ
  • ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 109 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1019 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 910 કરોડની જોગવાઈ કરાઇ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 418 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 7017 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 6599 કરોડની જોગવાઈ કરાઇ
  • પ્રવાસન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 8 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 480 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 488 કરોડની જોગવાઈ કરાઇ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 265 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 387 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 652 કરોડની જોગવાઈ કરાઇ
  • વન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 33 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1781 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1814 કરોડની જોગવાઈ કરાઇ
  • ગૃહ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 457 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 7503 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 7960 કરોડની જોગવાઈ કરાઇ
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 47 કરોડની ઓછા ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1271 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1224 કરોડની જોગવાઈ કરાઇ
  • મહેસૂલ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 75 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4473 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4548 કરોડની જોગવાઈ કરાઇ
  • સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 66 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 497 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 563 કરોડની જોગવાઈ કરાઇ
  • રમતગમત વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 563 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 507 કરોડની જોગવાઈ કરાઇ
  • માહિતી અને પ્રસારણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 1 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 169 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 168 કરોડની જોગવાઈ કરાઇ
  • કાયદા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 17 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1681 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1698 કરોડની જોગવાઈ કરાઇ
  • સામાન્ય વહીવટ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 36 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1766 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1730 કરોડની જોગવાઈ કરાઇ
શહેરી

વહેલા જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત નીતિન પટેલે બજેટમાં કરી હતી. આ સાથે જ 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે તેવી જાહેરાત કરી હતી. તો નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

કોરોનામાં સરકારે કરેલા કાર્યો જણાવ્યા

બજેટની શરૂઆત કરતાં નીતિન પટેલે કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને સરકારે કરેલા કાર્યો જણાવ્યા હતા. તેમણે કહ્યુ કે કોરોનાની મહામારીમાંથી બહાર આવવા સરકારે અવિરત કામ કર્યું છે તેમજ સરકારે  કોરોના વોરિયર્સના સહયોગથી સરકારે કોરોના સામે લડત આપી છે. નવી મેડિકલ કોલેજો, હોસ્પિટલની સંખ્યા વધારવામાં આવી છે. બ્લડ બેંકો, આધુનિક એમ્બ્યુલંસ સહિતની સુવિધામાં પણ વધારો કરાયો છે.તેમજ કોરોનાની મહામારીમાં બેડની સંખ્યામાં વધારો  અને ધનવંતરી રથ તેમજ કોરોના ટેસ્ટ માટે ડોમ ઉભા કરવાથી લઇને સરકારે  કરેલા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

શિક્ષણ વિભાગ માટે 32 હજાર કરોડની જોગવાઈ

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે કુલ 32 હજાર 719 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી. બાળકોના સર્વગ્રાહી વિકાસ અને ઉત્તમ શિક્ષણ માટે 3400 શાળાઓમાં જરુરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે સરકાર દ્વારા 1207 કરોડનું આયોજન કરવામાં આવ્યુ.તો ધોરણ 1થી 8ના આશરે 45 લાખ બાળકો માટે મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના સહિતની યોજના માટે કુલ 1 હજાર 44 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી. રાઈટ-ટુ-એજ્યુકેશન અંતર્ગત 567 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી સાથે જ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા ત્રણ લાખ વિધ્યાર્થીઓ માટે ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ કરાઈ. તો રાજ્યની વિવિધ યુનિવર્સીટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિધ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત 20 કરોડની જોગવાઈ કરાઈ.

સરકારે કોરોના જેવી સ્થિતિ વચ્ચે પણ સતત પ્રજાહિતના કામ કર્યા

રાજ્યના નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે દિવાળી બાદ વધેલા કોરોનાના કેસ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાનો રોજ સાંજે 6 વાગ્યે કોરોનાની સ્થિતિ અંગે બેઠક મળતી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવતી હતી. દિવાળી બાદ જ્યારે કોરોનાના કેસ અચાનક વધ્યા ત્યારે સરકારના પ્રધાન સહિત તમામ અધિકારીઓ કામે લાગ્યા હતા. સરકારે કોરોના જેવી સ્થિતિ વચ્ચે પણ સતત પ્રજાહિતના કામ કર્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33