GSTV
Gujarat Government Advertisement

ગ્રીન ગુજરાત તરફ આગેકૂચ: બાગાયત ખાતાની યોજનાઓ માટે બજેટમાં ફાળવાયા રૂ.442 કરોડ

Last Updated on March 3, 2021 by

નાણામંત્રી નીતિન પટેલે નવમી વખત બજેટ રજૂ કર્યું છે. જેમાં નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ રહેશે. રાજ્ય સરકારના બજેટમાં આ વર્ષે બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 442 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે.

આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ.

નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ. આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી. 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના 76 લાખ 38 હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી.

તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે. ધાર્મિક સ્થળને પ્રોત્સાહન આપવા માટે અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે પાંચ કરોડની જોગવાઈ

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ, અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી. ડાંગ જિલ્લા ને રસાયણ મુક્ત બનાવવામાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર અપાશે, જયારે બીજા વર્ષે 6 હજાર અપાશે.

બજેટમાં મહત્વના આંકડા

  • 2 લાખ 27 હજાર 029 કરોડનું બજેટ રજૂ
  • ગુજરાત 2021-22 ગુજરાતનું કદ
  • ગુજડરાતના ઈતિહાસનું સૈથી મોટુ બજેટ
  • કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ
  • જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ
  • પાણી પૂર્વઠા પ્રભાગ માટે 3974 કરોડની જોગવાઈ
  • સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ
  • આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ
  • શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ
  • માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ
  • બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ
  • ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ
  • વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
  • અન્ન અને નાગરિક પૂર્વઠા વિભાગ માટે 1224 કરોડની જોગવાઈ
  • મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 563 કરોડની જોગવાઈ
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે 507 કરોડની જોગવાઈ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 1068 કતરોડની જોગવાઈ
  • કાયદા વિભાગ માટે 1698 કરોડની જોગવાઈ
  • સામાન્ય વહીવટ વિભાગ માટે 1730 કરોડની જોગવાઈ
  • નાણાંમંત્રીએ વર્ષ 2021-22 નું રૂ. 587.88 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યુ

ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે 3974 કરોડ ફાળવવામાં આવ્યા છે. જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33