GSTV
Gujarat Government Advertisement

“સશક્ત મહિલા સુપોષિત ગુજરાત”, નીતિનભાઈએ ગુજરાતની મહિલાઓનો પણ બજેટમાં રાખ્યો ખાસ ખ્યાલ, 361 કરોડ વધારે ફાળવ્યા

Last Updated on March 3, 2021 by

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે નાયબ મુખ્યમંત્રીએ મનમૂકીને બજેટમાં ફાળવણી કરી છે. કુલ રૂપિયા 3,511 કરોડના બજેટ ની જોગવાઈઓ કરી છે. “સશક્ત મહિલા સુપોષિત ગુજરાત”ના અભિગમ સાથે રાજયમાં 53,000થી વધુ આંગણવાડીઓ મારફતે અંદાજીત 60 લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવશે.

  • પૂરક પોષણ યોજનાઓ માટે રૂપિયા 939 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત 8 લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા રૂપિયા 700 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • રાજયની 15 થી 18 વર્ષની 11 લાખ 76 હજાર કિશોરીઓને લાભ આપવા માટે પૂર્ણા યોજના અંતર્ગત રૂપિયા 220 કરોજની જોગવાઈ કરાઈ છે.
  • વિકાસશીલ તાલુકાઓ અને આદિજાતી વિસ્તારના મળી કુલ 83 તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓને ફલેવર્ડ દૂધ પૂરુ પાડવા માટેની દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂપિયા 136 કરોડની જોગવાઈ કરી છે.
  • છ માસથી ત્રણ વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા પ્રાયોગિક ધોરણે ડાંગ, દાહોદ ,નર્મદા, દ્રારકા અને ભાવનગર જિલ્લામાં આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગનું આયોજન છે. જે માટે રૂપિયા 9 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • નવી શિક્ષણ નીતિ-2020 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદ્રઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા 16 લાખથી વધુ બાળકોનો ગુણવત્તાપૂર્ણ સર્વાંગી વિકાસ માટે ‘પા પા પગલી’ યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. જેમ માટે રૂપિયા 5 કરોડની જોગવાઈ કરી છે.
  • સામાજીક ઉત્થાનના પ્રયાસરૂપે પુનર્લગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે સન્માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ રૂપિયા 50 હજારની સહાય કરવામાં આવશે. આ ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માટે રૂપિયા 3 કરોડની જોગવાઈ કરાઈ છે.

નોંધનીય છે કે ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ એપ.માં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે.

  • મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 361 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 3150 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3511 કરોડની જોગવાઈ કરાઇ
  • પાણી – પુરવઠા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 343 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4317 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3975 કરોડની જોગવાઈ કરાઇ
  • સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 32 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4321 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4353 કરોડની જોગવાઈ કરાઇ
  • આદિજાતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 19 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 2675 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 2675 કરોડની જોગવાઈ કરાઇ
  • પંચાયત વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 295 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 9091 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 8796 કરોડની જોગવાઈ કરાઇ
  • શહેરી વિકાસ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13440 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13493 કરોડની જોગવાઈ કરાઇ
  • શ્રમ અને રોજગાર વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 41 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1461 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1502 કરોડની જોગવાઈ કરાઇ
  • માર્ગ અને મકાન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 985 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 10200 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 11185 કરોડની જોગવાઈ કરાઇ
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 90 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1397 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1487 કરોડની જોગવાઈ કરાઇ
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 883 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13917 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13034 કરોડની જોગવાઈ કરાઇ

આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી. 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના 76 લાખ 38 હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી. તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 7232 કરોડની જોગવાઇ

નાણા મંત્રી નીતિન ભાઇ પટેલે ગુજરાતનું બજેટ રજૂ કર્યુ. વાવણીથી કાપણી સુધીનો તબક્કો હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઉભી રહી છે. તેમણે કહ્યું કે આપણા ખેડૂત ભાઇઓને હું મારા દિલથી અભિનંદન પણ આપવા માંગુ છું કે તેઓએ કોરોના કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધન સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ છે.

ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ માટે 13034 કરોડની જોગવાઈ. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

read also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33