GSTV
Gujarat Government Advertisement

Budget 2021-22/ શહેરી વિકાસ માટે રૂપાણી સરકારે ફાળવી અધધ રકમ, આ આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનશે રાજ્યના શહેરો

શહેરી

Last Updated on March 3, 2021 by

રાજ્ય સરકાર આજે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કરી રહ્યાં છે. નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવમી વાર બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણાંમંત્રીના પટારામાંથી શું ખુલશે તેના પર સૌની નજર મંડાઈ છે. કોરોના કાળને લઈ આ વખતેનું બજેટ પેપરલેસ રહેશે. બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે. નીતિન પટેલ આ વખતે 9મી વખત બજેટ રજૂ કરશે. સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે રેકોર્ડ છે. જે હાલ કર્ણાટકના રાજ્યપાલ છે.

નાણામંત્રી નીતિન પટેલે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે બજેટ 2021-22માં અનેક મોટી જાહેરાતો કરી છે. અહીં જાણો દરેક મહત્વની અપડેટ્સ….

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂપિયા 13,440 કરોડની જોગવાઇ

રાજ્યના શહેરોમાં વસતા 45 ટકા નાગરિકોને પાયાની જાહેર સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. હવે અમે રાજ્યના શહેરોને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવા તરફ પ્રયાણ કરી રહ્યાં છીએ. ભારત સરકાર દ્વારા શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. તે જ રીતે અમે રાજ્યના નગરોને સ્માર્ટ ટાઉન બનાવવાના વિવિધ આયોજન કર્યા છે.

રાજ્ય સરકાર દ્વારા બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલીકાઓ, મનપા અને શહેરી વિકાસ સત્તા મંડળો માટે 4 હજાર 563 કરોડની જોગવાઈ કરવામાં આવી. નવા 55 હજાર આવાસના નિર્માણ અર્થે સહાય માટે 900 કરોડની જોગવાઈ કરાઈ. અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડ હેઠળ 568 કરોડની અને સ્વચ્છ ભારત મિશન તેમજ નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ જુથ બનાવી 1 લાખ સુધીનું વ્યાજ રહિત ધીરાણ આપવાની યોજના માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી.

શહેરી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય અને ઉપયોગી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂપિયા 4544 કરોડની જોગવાઇ. તે પૈકી

  • ભૂગર્ભ ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધાઓ ઉભી કરવા માટે રૂપિયા 1169 કરોડની જોગવાઇ.
  • જે નગરપાલિકાઓ પાસે પીવાના પાણીનો પૂરતો જથ્થો છે. પરંતુ પાણી વિતરણ કરવાની વ્યવસ્થા અપૂરતી છે, તે નગરપાલિકાઓને આવી સુવિધાઓથી વિકસાવવા માટે સહાય આપવા રૂપિયા 500 કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂપિયા 500 કરોડની જોગવાઇ.
  • ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા તેમજ ઇંધણ અને સમયની બચતના હેતુથી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ફ્લાય ઓવર બનાવવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ.
  • શહેરોના વધતા જતા વિસ્તારના કારણે શહેરની નજીકમાં આવેલ ગામડા તથઆ આઉટગ્રોથ વિસ્તારો પણ શહેરમાં સમાવેશ થઇ જાય તેવી સ્થિતિ ઉભી થયેલ છે. આ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા રૂપિયા 250 કરોડની જોગવાઇ.
  • શહેરો વચ્ચે જનલક્ષી સુવિધાઓ વિકસાવવા માટે સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટે સ્માર્ટ ટાઉન મિશન હેઠળ અ અને બ વર્ગની નગરપાલિકાઓમાંથી સ્પર્ધા દ્વારા પસંદ કરેલ પાંચ નગરપાલિકાઓમાં વિકાસના કામો માટે પ્રતિ વર્ષ રૂપિયા 20 કરોડ લેખે પાંચ વર્ષમાં રૂપિયા 100 કરોડ ફાળવવામાં આવશે.
  • નદીઓ અને તળાવોમાંથી જલકુંભી કે વનસ્પતિ કચરો કાઢવા મહાનગરપાલિકાઓના સાધનો ખરીદવા માટે સહાય આપવા રૂપિયા 15 કરોડની જોગવાઇ.
  • અમૃત યોજના અંતર્ગત 8 મહાનગરપાલિકા અને 23 નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન જેવી સુવિધાઓ માટે રૂપિયા 800 કરોડની જોગવાઇ.
  • સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 6 શહેરોમાં એરિયા બેઝ વિકાસના કામો જેવા કે એરિયા રિડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, સીસીટીવી, ઇનટ્રનેટ કનેક્ટિવીટી વગેરે માટે રૂપિયા 597 કરોડની જોગવાઇ.

બજેટમાં 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે બજેટમાં 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી છે. સાગરખેડૂ યોજનાથી રાજ્યના દરિયા કિનારના સાગરખેડૂઓ રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. માછીમારી અને વહાણવટા સાથે સંકળાયેલા સાગરખેડૂઓના વિસ્તારના વિકાસ માટે છેલ્લા 13 વર્ષમાં 43 હજાર કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજ્યના દરિયા કિનારાના 15 જિલ્લાના 39 તાલુકાના 2 હજાર 702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડુ વિસ્તારમાં વિકાસમાં નવો અધ્યાય ઉમેરવામાં સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2 મદદ રૂપ બનશે.

કૃષિ ક્ષેત્ર માટે નાણાંમંત્રીના પટારામાંથી શું નીકળ્યું અહીં જાણો

વાવણી થી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે.
કોરોના આ કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ હોવાનું નીતિનભાઈએ જણાવ્યું હતું.

  • રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ
  • ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ
  • બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ
  • એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ.
  • ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ.
  • ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ
  • ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.
  • રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.

બાગાયત ખેતીની યોજનાઓ માટે રૂ.૪૪૨ કરોડની જોગવાઇ

  • બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરાઈ છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
  • નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ.
નીતિન

નાણા મંત્રી નીતિન પટેલે કરી આ મહત્વની જાહેરાતો

  • આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી.
  • 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના 76 લાખ 38 હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી.
  • તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે.
  • ધાર્મિક સ્થળને પ્રોત્સાહન આપવા માટે અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે પાંચ કરોડની જોગવાઈ
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ, અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી.
  • ડાંગ જિલ્લા ને રસાયણ મુક્ત બનાવવામાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર અપાશે, જયારે બીજા વર્ષે 6 હજાર અપાશે.
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે 3974 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • નોંધનીય છે કે ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ એપ.માં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33