GSTV
Gujarat Government Advertisement

ઓનલાઈન/ પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને થશે આ ફાયદાઓ, જાણી લો તમે કેવી રીતે મોબાઈલમાં જોઈ શકશો બજેટ

Last Updated on March 3, 2021 by

દેશમાં પેપરલેસ બજેટનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એક બાદ એક સરકારો પેપરલેસ બજેટ રજૂ કરી રહી છે. આ વર્ષે કેન્દ્રીય બજેટ પણ નાણામંત્રીએ પેપરલેશ રજૂ કર્યું હતું. સરકારી વિભાગો રૂપિયાનો ખર્ચ ઘટાડવાની કોશિષો કરી રહી છે. સરકાર હવે તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન કરી રહી છે. મોદી સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવા જઇ રહી છે. યોગીએ પેપરલેશ બજેટ માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. રૂપાણી સરકારે અહીં રૂપિયા બચાવવાની કોશિષ કરી છે.

પેપરલેસ બજેટ

ગૂગલ પ્લે સ્ટોર પર મળશે એપ્લિકેશન

ગુજરાત સરકારે એક ડગલું આગળ વધીને ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. જેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાશે અને લોકો તેની માહિતી પોતાના મોબાઇલમાં જ મેળવી શકશે. પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને 44 લાખ કાગળ અને 80 લાખ રૂપિયાની બચત થશે એમ સરકારી સૂત્રો જણાવી રહ્યાં છે. સરકારે બજેટ માટે એક ગુજરાત બજેટ (જીબી) નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે. પ્લેસ્ટોરમાં જઈને ગુજરાત બજેટ સર્ચ કરશો તો આ એપ્લિકેશન મળી રહેશે. જેને ડાઉનલોડ કરી મોબાઈલમાં પણ તમે આ બજેટ ઓનલાઈન જોઈ શકો છો.

એપ્લિકેશન પર મળશે બજેટ ડોક્યુમેન્ટ

તમામ બજેટ ડોક્યુમેન્ટ અને છેલ્લા 5 વર્ષના બજેટ પણ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતી-અંગ્રેજી બંને ભાષામાં બજેટ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ કરાશે. ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું, જ્યારે આ વખતે 2.25 લાખ કરોડનું બજેટનું કદ રહે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. જીએસટીના વળતર માટે પણ રાજ્ય સરકારને લોન લેવી છે, એવા સંજોગોમાં જાહેર દેવામાં વધારો થશે.

20 ટકા પ્રકાશનો જ છપાશે

ગુજરાત સરકારના બજેટની મુખ્ય બુક અને અન્ય 73 જેટલા પ્રકાશનોના 55 લાખ જેટલા પેજ દર વર્ષે પ્રિન્ટ કરાતાં, પેપર અને નાણાં બંનેનો વ્યાપક વપરાશ થાય છે. જેથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા બજેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી લાયબ્રેરી અને જરૂરી કચેરીઓ માટે માત્ર 20 ટકા પ્રકાશનો જ છપાશે, જેના કારણે પેપરની બચત થશે. એપ્લિકેશનમાં 5 વિભાગ રખાયા છે. સરકારના વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર અને 27 વિભાગોના વિભાગ મુજબ બજેટ ઉપલબ્ધ કરાશે. બજેટની મહત્વની બાબતો, અંદાજપત્ર પ્રવચન, રસપ્રદ માહિતી પણ ગુજરાતી-અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાશે. આમ રૂપાણી સરકારે આ સૌથી મોટો નિર્ણય લીધો છે.

આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી. 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના 76 લાખ 38 હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી.

તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે. ધાર્મિક સ્થળને પ્રોત્સાહન આપવા માટે અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે પાંચ કરોડની જોગવાઈ

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ, અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી. ડાંગ જિલ્લા ને રસાયણ મુક્ત બનાવવામાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર અપાશે, જયારે બીજા વર્ષે 6 હજાર અપાશે.

ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે 3974 કરોડ ફાળવવામાં આવ્યા છે. જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33