Last Updated on March 3, 2021 by
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બજેટ સ્પીચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરવામાં આવી છે.
કેવડિયાના વિકાસ માટે નીતિન પટેલની જાહેરાત
કેવડીયાના સંકલીત વિસ્તારમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રીવર રાફ્ટીંગ,નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વિયર, હાઈ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મીનસ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જેથી બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે 652 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી.
- 2 લાખ 27 હજાર 029 કરોડનું બજેટ રજૂ
- ગુજરાત 2021-22 ગુજરાતનું કદ
- ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ બજેટ
- કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ
- જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
- શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ
- પાણી પૂર્વઠા પ્રભાગ માટે 3974 કરોડની જોગવાઈ
- સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ
- આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ
- શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ
- માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ
- બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
- ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ
- ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ
- વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ
- ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
- અન્ન અને નાગરિક પૂર્વઠા વિભાગ માટે 1224 કરોડની જોગવાઈ
- મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ
- વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 563 કરોડની જોગવાઈ
કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 7232 કરોડની જોગવાઇ સરકારે જાહેર કરી છે. બજેટમાં રાજયના ચાર લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા રૂ.87 કરોડની જોગવાઇ કરાઇ છે. ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂં.10 લાખની સહાય માટે રૂ.82 કરોડની જોગવાઇ કરાઇ છે..તે ઉપરાંત બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂં.55 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ગત બજેટમાં આટલી કરાઈ હતી જાહેરાત
નોંધનીય છે કે ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું, જ્યારે આ વખતે 2.25 લાખ કરોડનું બજેટનું કદ રહે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. જીએસટીના વળતર માટે પણ રાજ્ય સરકારને લોન લેવી છે, એવા સંજોગોમાં જાહેર દેવામાં વધારો થશે.
આ વખતે પેપરલેસ બજેટ
કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવા જઈ રહી છે. જોકે ગુજરાત સરકારે એક સ્ટેપ આગળ વધીને ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે, જેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાશે અને લોકો એની માહિતી પોતાના મોબાઇલમાં જ મેળવી શકશે. પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને 44 લાખ કાગળ અને 80 લાખ રૂપિયાની બચત થશે.
એપ્લિકેશન પર અપલોડ કરાશે બજેટ ડોક્યુમેન્ટ
તમામ બજેટ ડોક્યુમેન્ટ અને છેલ્લા 5 વર્ષના બજેટ પણ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતી-અંગ્રેજી બંને ભાષામાં બજેટ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ કરાશે. ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું, જ્યારે આ વખતે 2.25 લાખ કરોડનું બજેટનું કદ રહે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. જીએસટીના વળતર માટે પણ રાજ્ય સરકારને લોન લેવી છે, એવા સંજોગોમાં જાહેર દેવામાં વધારો થશે.
20 ટકા પ્રકાશનો જ છપાશે
ગુજરાત સરકારના બજેટની મુખ્ય બુક અને અન્ય 73 જેટલા પ્રકાશનોના 55 લાખ જેટલા પેજ દર વર્ષે પ્રિન્ટ કરાતાં, પેપર અને નાણાં બંનેનો વ્યાપક વપરાશ થાય છે. જેથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા બજેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી લાયબ્રેરી અને જરૂરી કચેરીઓ માટે માત્ર 20 ટકા પ્રકાશનો જ છપાશે, જેના કારણે પેપરની બચત થશે. એપ્લિકેશનમાં 5 વિભાગ રખાયા છે. સરકારના વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર અને 27 વિભાગોના વિભાગ મુજબ બજેટ ઉપલબ્ધ કરાશે. બજેટની મહત્વની બાબતો, અંદાજપત્ર પ્રવચન, રસપ્રદ માહિતી પણ ગુજરાતી-અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાશે. આમ રૂપાણી સરકારે આ સૌથી મોટો નિર્ણય લીધો છે.
શહેરી વિકાસને પ્રાધાન્ય
રાજ્ય સરકાર દ્વારા બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલીકાઓ, મનપા અને શહેરી વિકાસ સત્તા મંડળો માટે 4 હજાર 563 કરોડની જોગવાઈ કરવામાં આવી. નવા 55 હજાર આવાસના નિર્માણ અર્થે સહાય માટે 900 કરોડની જોગવાઈ કરાઈ. અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડ હેઠળ 568 કરોડની અને સ્વચ્છ ભારત મિશન તેમજ નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ જુથ બનાવી 1 લાખ સુધીનું વ્યાજ રહિત ધીરાણ આપવાની યોજના માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31