Last Updated on March 3, 2021 by
પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય મળતા આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓ ઉજણવી માટે એકઠા થયા હતા. જ્યાં મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ ડૂબતી નાવ છે અને હવે તે વિપક્ષ માટે પણ લાયક નથી. સમગ્ર ગુજરાતમાં આજે ભાજપનો ભગવો લહેરાયો છે. મુખ્યપ્રધાન રૂપાણીએ આજે કમલમમાં આપેલા સંબોધનમાં કહ્યું હતું કે ગુજરાત રાજ્ય ભાજપનો ગઢ છે. ગત દાયકાઓમાં કોઇપણ રાજકીય પક્ષને આટલી માતબર સફળતા મળી નથી.
કોઇપણ રાજકીય પક્ષને આટલી માતબર સફળતા મળી નથી
સૃથાનિક સ્વરાજની સંસૃથાઓની ચૂંટણીમાં મળેલી જીત માટે એ કાર્યકર્તાઓના પ્રયત્નના કારણે થઇ છે. 2022માં પણ રાજ્યમાં ભાજપની સરકાર આવશે તેવો આશાવાદ મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. રૂપાણીએ કહ્યું હતું કે આ વિજયને વિનમ્રતાથી ઉજવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરૂં છે. પ્રજાને વિશ્વાસ થાય તે રીતે હવે કામ કરવાનું રહેશે. કોંગ્રેસ હવે ડૂબતી નાવ છે અને કોંગ્રેસ હવે વિપક્ષ માટે પણ લાયક નથી.
પ્રજાએ કોંગ્રેસના નેતાઓને શોધી-શોધીને ગરાવ્યા છે. અમે કોઇ પાર્ટીને વિપક્ષ તરીકે ગણતા નથી. આમ આદમી પાર્ટી 16 બેઠકો જીતી છે, એ કંઇ જીત ન કહેવાય. સી.આર. પાટીલની પેઇજ પ્રમુખની નીતિએ સંગઠનમાં સારૂં એવું કામ કર્યુ છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે મહાનગરપાલિકામાં મતદારોએ કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા હતા તે જ રીતે સૃથાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસ નેસ્તનાબૂદ થઇ છે.
મહાનગરપાલિકામાં મતદારોએ કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને રાજ્યની ભાજપ સરકારે જે રીતે જનકલ્યાણકારી કાર્યો કર્યા છે અને ભાજપના દરેક કાર્યકરોએ આમ જનતાને આ યોજનાઓનો લાભ અપાવ્યો છે તેમની મહેનત રંગ લાવી છે. આગામી 2022માં યોજાનારી ચૂંટણીમાં પણ જનતા ભાજપને આશિર્વાદ આપશે.
ગુજરાતની નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે અને કોંગ્રેસને ખૂબ ઓછી બેઠકો મળી છે. બપોર બાદના પરિણામોથી વિજય નિશ્ચિત થતાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ઉજવણીનો માહોલ હતો અને કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં સન્નાટો છવાયો હતો.
કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં સન્નાટો છવાયો
ગુજરાતની 31 જિલ્લા પંચાયતો પૈકી ભાજપે તમામ 31 જિલ્લા પંચાયતોમાં જીત મેળવી છે. 81 નગરપાલિકાઓ પૈકી 75માં ભાજપ, ચાર પાલિકાઓમાં કોંગ્રેસ અને બે નગરપાલિકાઓમાં અન્ય પક્ષનો વિજય થયો છે. 231 તાલુકા પંચાયતોમાંથી 196માં ભાજપ અને 35 પર કોંગ્રેસનો વિજય થયો છે.
ક્લીન સ્વીપ પ્રકારની ભાજપની જીત નિશ્ચિત થતાં બપોર બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ કમલમ્ પહોંચ્યા હતા અને ઉજવણી કરી હતી. આ ઉપરાંત અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે પણ ઉજવણીનો માહોલ હતો. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે સન્નાટાભર્યો માહોલ હતો અને કોઇ પ્રદેશ નેતાઓ કાર્યાલયે ફરક્યા પણ નહોતા.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31