GSTV
Gujarat Government Advertisement

વડોદરા જિ.પં.માં ભાજપના બળવાખોરોએ કોંગ્રેસને સીધો લાભ કરાવી આપ્યો, જુઓ ૭ બેઠકોના લેખાજોખા

BJP GUJARAT

Last Updated on March 3, 2021 by

વડોદરા જિલ્લા પંચાયતની કોંગ્રેસે સાત બેઠક મેળવી તેમાં ત્રણ બેઠક એવી છે જેમાં ભાજપના બળવાખોરોએ કોંગ્રેસને સીધો લાભ કરાવી આપ્યો છે.જો આ બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી ના કરી હોત તો ત્રણેય બેઠક ભાજપના ફાળે જાય તેવી શક્યતા હતી.

(૧) કંડારી બેઠકઃ આ બેઠક પર ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના ઉમેદવારો વચ્ચે ખેંચતાણ હતી.જેમાં કોંગ્રેસે દિપ્તી ભટ્ટને ટિકિટ આપી હતી.જ્યારે ભાજપે પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયા જૂથના મનાતા સ્મિતા પટેલને ટિકિટ આપી હતી.જ્યારે,કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય અક્ષય પટેલ જૂથના મનાતા હેલિની પટેલે અપક્ષ ઉમેદવારી કરી હતી.જેમાં તેઓ ૨૬૯૮ મત લઇ જતાં કોંગ્રેસના ઉમેદવાર માત્ર ૫૫ મતે જીત્યા છે.

ભાજપ

(૨) મુજપુર બેઠકઃ પાદરાની આ બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ જયદિપસિંહ ચૌહાણને ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં અપક્ષ ઉમેદવારી કરી હતી.તેમને ૩૧૮૩ મત મળતાં કોંગ્રેસના ઉમેદવાર ૨૮૮ મતે જીત્યા છે.

(૩) થુવાવી બેઠકઃ ડભોઇ તાલુકાની આ બેઠક પર કોંગ્રેસની સામે બળવાખોર મહિલા ઉમેદવાર તેમજ ભાજપના ધારાસભ્યના ટેકેદાર ઉમેદવાર ચૂંટણી લડતા હોવા છતાં આ બેઠક સોનલ પટેલે કબજે કરી છે.

(૪) વલણ બેઠકઃ કરજણની આ બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સ્વ.આઇયુ પટેલના પુત્ર મુબારક પટેલ ગઇ ટર્મમાં વિજેતા થયા હતા.ભાજપના તમામ કાવાદાવા વચ્ચે આ બેઠક તેમણે જાળવી રાખી છે.

ભાજપ

(૫) વડુ બેઠકઃ પાદરાની આ બેઠક પર પૂર્વ જિ.પં.સદસ્યને રિપિટ કરવામાં આવ્યા હતા.ધારાસભ્યના નિકટના આ ઉમેદવારને યુવા વર્ગનું સમર્થન મળ્યું હતું અને તેમણે આ બેઠક જાળવી રાખી છે.

(૬) સોખડા બેઠકઃ વડોદરા તાલુકાની આ બેઠક એવી છે જે કોંગ્રેસનો ગઢ ગણાય છે.આ બેઠક પર અત્યાર સુધીમાં ભાજપના બે જ ઉમેદવાર વિજેતા બન્યા છે.આ વખતે પણ કોંગ્રેસે આ બેઠક જાળવી રાખી છે.

(૭) ગોઠડા બેઠકઃ સાવલી તાલુકાની આ બેઠક પર કોંગ્રેસે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ડો.પ્યારે રાઠોડને ટિકિટ આપતાં આંતરિક જૂથબંધી હોવા છતાં તેઓ વિજેતા બન્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33