Last Updated on March 3, 2021 by
ગુજરાતની નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને ઐતિહાસિક વિજય મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા અને લોકોનો આભાર માન્યો હતો. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ હતું કે આ પરિણામો સ્પષ્ટ સંદેશો આપે છે કે ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢ સમર્થન કરે છે.
ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢ સમર્થન
શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.
— Narendra Modi (@narendramodi) March 2, 2021
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ હતું કે, ‘ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરૂં છું’.
ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.
— Narendra Modi (@narendramodi) March 2, 2021
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું ટ્વીટ હતું કે, ‘ગુજરાત સૃથાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરૂં છું’. બન્ને નેતાઓએ આ ટ્વીટ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષામાં કર્યા હતા.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31