Last Updated on March 3, 2021 by
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની વાડી તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને લેન્ડ ગ્રેબિંગ ગુનાનો આરોપી આજે થયેલી મતગણતરીમાં વિજેતા ઘોષિત થયો હતો. ગઈ કાલે કોંગ્રેસના ઉમેદવારને આ ગુનામાં પોલીસે ઝડપી લેતા હાલ વિજેતા ઉમેદવાર પોલીસ હિરાસતમાં છે.
કોંગી ઉમેદવારે જે દિવસે ફોર્મ ભર્યુ તે જ દિવસે ફરિયાદ બાદ પોતે પ્રચાર કર્યો ન હતો અને મત પણ આપ્યો ન હતો
શહેરા તાલુકાના વલ્લવપુર ગામે જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી ઉર્ફે જે.બી.એ કોંગ્રેસમાંથી વાડી તાલુકા પંચાયતની બેઠક પર ઝંપલાવ્યું હતું. જશવતસિંહે ફોર્મ ભર્યું તે દિવસે જ તેમના પર ગામમાં આવેલ જમીન પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ચૂંટણી લડવા છતાં તેઓની વિરૃદ્ધ ગુનો નોંધાતા તેઓ પ્રચારની સાથેસાથે પોતાનો મત પણ આપી શક્યા ન હતા.
વાડી તાલુકા બેઠકના મતવિસ્તારના મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર પર વિશ્વાસ મૂકીને તેમને વિજય બનાવતા ભાજપના યુવા ઉમેદવાર રાજેન્દ્રસિંહ વનરાજસિંહ સોલંકીની હાર થઈ હતી. જોકે લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુનામાં વિજેતા ઉમેદવાર જે.બી.સોલંકીને ગઈ કાલે પંચમહાલ પોલીસે પકડી પાડતા તેઓ હાલ પોલીસ ગિરફ્તમાં હોવાથી વિજય થયેલા કોંગ્રેસના ઉમેદવારના સમર્થકોએ વિજય સરઘસ કાઢી વિજયની ઉજવણી કરી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31