GSTV
Gujarat Government Advertisement

સુરત: કોસંબા બેઠક પર ભારે રસાકસી બાદ આવ્યા ચોંકાવનારા પરિણામ, જૂજ મતોથી માંડ-માંડ ભાજપની જીત

Last Updated on March 3, 2021 by

સુરત જિલ્લા પંચાયતની આજની ચૂંટણીમાં માંડવીની બે બેઠકો પર કોગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. તો જિલ્લા પંચાયતની કોસંબા બેઠક પર શરૃ થયેલી મતગણતરીમાં પહેલે થી છેલ્લે સુધી ભાજપના ઉમેદવાર અમીષા પરમાર અને કોગ્રેસના મંજુલાબેન પંડયા વચ્ચે મતોની રેસ જામી હતી. સંપૂર્ણ મતગણતરી સંપન્ન થઇ ત્યારે ભાજપના ઉમેદવારને અમીષા પરમારને ૫૪૯૩ મતો અને કોગ્રેસના ઉમેદવારને ૫૪૭૩ મતો મળતા એકદમ પાતળી સરસાઇ 20 મતથી ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

સુરત

નાની નરોલીની બેઠક પર કોગ્રેસના દર્શન નાયક પણ હાર્યા

સુરત જિલ્લા કોંગ્રેસના નેતા દર્શન નાયકની પણ કારમી હાર થઇ છે. માંગરોળના નાની નરોલી બેઠક પર  તેમને ટિકિટ અપાઇ ત્યારે સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેનું આજે પરિણામ જોવા મળ્યુ હતુ અને ૪૦૦૦ થી વધુ મતોથી હાર થઇ હતી.

સુરત જિલ્લા પંચાયત

વર્ષકુલ બેઠકભાજપકોંગ્રેસ અન્ય
201540271201
20213432200
તફાવત 00051000

નવ તાલુકા પંચાયત

વર્ષ કુલ બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
20151961276306
20211841542604
તફાવત 000273702

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33