Last Updated on March 3, 2021 by
વડોદરા જિલ્લામાં વર્ષ-૨૦૧૫માં લોકોએ કોંગ્રેસને ખોબેખોબે મત આપી સત્તા સોંપી હતી.પરંતુ વર્ષ-૨૦૨૧માં કોંગ્રેસે પાછલી ટર્મની તમામ સત્તા ગુમાવી દીધી છે. વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગર પાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થતાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે.
2015માં કોંગ્રેસનો હતો દબદબો
કોંગ્રેસને વર્ષ-૨૦૧૫માં જિલ્લા પંચાયતમાં ૩૬માંથી ૨૨ બેઠકો મળી હતી.જ્યારે ૮ તાલુકા પંચાયતોમાંથી વડોદરા અને સાવલી તાલુકા પંચાયત સિવાયની બાકીની ૬ તાલુકા પંચાયતો મળી હતી.આ ઉપરાંત ડભોઇ નગરપાલિકામાં પણ બહુમતી આવી હતી.
પરંતુ પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસે આંતરિક લડાઇમાં સમય પસાર કર્યો હતો.જેનો લાભ ભાજપે ઉઠાવ્યો હતો અને કોંગ્રેસના બળવાખોરોને ટેકો આપી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા ઉથલાવી હતી.
સત્તા પચાવી નહીં શકતાં લોકોમાં કોંગ્રેસ માટે નારાજગી
આમ,લોકોએ આપેલી સત્તા પચાવી નહીં શકતાં લોકોમાં કોંગ્રેસ માટે નારાજગી હતી.આ ઉપરાંત વર્ષ-૨૦૨૧ની ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનોમાં કોઇ જ સંકલન રહ્યું નહતું.ઉમેદવારો પણ છેલ્લી ઘડી સુધી મેન્ડેટ જોઇ શક્યા નહતા.સભાઓનું આયોજન નહતું.કાર્યકરોની નારાજગી દૂર થઇ નહતી તેમજ મતદારો સુધી પહોંચી મતદાન વધારવા સુધીના આયોજનમાં ઘોર બેદરકારી હતી.ઉપરોક્ત કારણોસર કોંગ્રેસે પાછલી ટર્મની તમામ સત્તા ગુમાવી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31