Last Updated on March 3, 2021 by
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કુલ ૩૪ માંથી ૩૦ બેઠકો જીતીને ભાજપે જિલ્લા પંચાયતના ઇતિહાસમાં એક માઇલસ્ટોન અંકિત કરી દીધો છે. ગત ટર્મમાં કોંગ્રેસ પાસે કુલ ૧૮ બેઠકો હતી જેમાંથી ૧૬ બેઠકો પર આ વખતે ભાજપે વિજય પતાકા ફરકાવી દીધી છે. કોંગ્રેસ ફક્ત શાહપુર અને ગલસાણા બેઠક જ જાળવી શકી છે. સામે પક્ષે ભાજપે પણ તેની સાણંદ તાલુકાની જિલ્લા પંચાયતની બે બેઠક વિરોચનગર અને માણકોલ ગુમાવવી પડી છે ભાજપના ગઢ સમાન આ બંને બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. જિલ્લા પંચાયતના રાજકારણમાંથી કોંગ્રેસના
કોંગ્રેસ જિલ્લા પંચાયતની ફક્ત વિરોચનનગર, માણકોલ, શાહપુર અને ગલસાણા બેઠક પર જ વિજય મેળવી શકી છે. બાકીની તમામ ૩૦ સીટો ભાજપે જીતી લીધી છે. કોંગ્રેસની પરંપાગત ગઢ ગણાતી બેઠકો પર પણ કોંગ્રેસને કારમો પરાજય સહન કરવો પડયો છે.
કોંગ્રેસની પરંપાગત ગઢ ગણાતી બેઠકો પર પણ કોંગ્રેસને કારમો પરાજય સહન કરવો પડયો
ગત ટર્મના કોંગ્રેસના શાસનમાં ઉપપ્રમુખ રહેલા અમરસિંહ સોલંકીની પત્નીની માણકોલ બેઠક પર હાર થઇ છે. સિંચાઇ સમિતિના ચેરમેન રહેલા અમરસિંહ ઠાકોરના પત્નીની પણ સીતાપુર બેઠક પર હાર થઇ છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો બોલાઇ ગયો છે. કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી હાર તઇ છે. જિલ્લા પંચાયતમાં ફક્ત કોંગ્રેસના ૪ સભ્યો જ બેસશે. બાકીના તમામ સભ્યોની રાજકીય કારકીર્દી સમાપ્ત થવા ભણી ગતિ કરી ગઇ છે.
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કઇ બેઠક પર કોણ વિજેતા બન્યું ?
બેઠક | વિજેતા | પક્ષ | મળેલ મત |
અસલાલી | મયુરીબેન વી પટેલ | ભાજપ | ૧૦,૩૦૭ |
બદરખા | લક્ષ્મીબેન એસ ઠાકોર | ભાજપ | ૧૨,૫૭૮ |
ભુવાલડી | જનકભાઇ એ ઠાકોર | ભાજપ | બિનહરીફ |
ચાંગોદર | જનકબેન સચીન ઠાકોર | ભાજપ | ૧૩,૦૫૦ |
ચેખલા | કંચનાબે જે વાઘેલા | ભાજપ | ૧૨,૧૯૧ |
દેત્રોજ | દિવાનજી એસ ઠાકોર | ભાજપ૧૨,૬૧૮ | |
ધોલેરા | દિગ્પાલસિંહ ચુડાસમા | ભાજપ | ૮,૦૭૫ |
ગાંગડ | ઇશ્વરભાઇ મકવાણા | ભાજપ | ૯,૭૦૪ |
ઘોડા | ભાવનાબેન વડલાણી | ભાજપ | ૭,૨૭૦ |
હડાળા | અલ્પાબા એસ ગોહિલ | ભાજપ | ૧૦,૨૪૫ |
કરકથલ | વિષ્ણુભાઇ જાદવ | ભાજપ | ૧૦,૪૦૫ |
કાસીન્દ્રા | વિનોદ પટેલ | ભાજપ | બિનહરીફ |
કૌકા | બાલુબેન વેગડા | ભાજપ | ૮,૩૬૭ |
કાવિઠા | રેખાબેન લકુમ | ભાજપ | ૧૦,૫૮૦ |
કોઠ | રમણભાઇ સોલંકી | ભાજપ | ૭,૮૯૦ |
કુહા | અલ્પાબેન ચૌહાણ | ભાજપ | ૧૨,૭૭૭ |
કુજાડ | કાંતિભાઇ ઠાકોર | ભાજપ | ૧૧,૨૬૨ |
માંડલ | ભીખાભાઇ વાઘેલા | ભાજપ | ૯,૯૯૮ |
મોડાસર | રમીલાબેન પટેલ | ભાજપ | ૧૨,૨૦૬ |
મોરૈયા | ભરતકુમાર ગોહેલ | ભાજપ | ૧૧,૨૫૩ |
નાંદેજ | મણીલાલ ઠાકોર | ભાજપ | ૭,૫૩૯ |
નાનોદરા | રમેશકુમાર મકવાણા | ભાજપ | ૯,૩૧૪ |
સચાણા | પ્રમોદભાઇ પટેલ | ભાજપ | ૧૨,૩૮૦ |
સાંથળ | હિરલબેન પટેલા | ભાજપ | ૮,૮૭૨ |
શિયાળ | ગૌરીબેન પટેલ | ભાજપ | ૭,૩૯૬ |
સિંગરવા | મીનાબેન ચૌહાણ | ભાજપ | બિનહરીફ |
સીતાપુર | ગવરીબેન પટેલ | ભાજપ | ૧૨,૪૯૯ |
સુવાળા | લીલાબા સોલંકી | ભાજપ | ૧૨,૦૧૦ |
હેબતપુર | સંગીતાબેન વેગડ | ભાજપ | ૫,૫૭૭ |
વટામણ | ગોવિંદભાઇ મકવાણા | ભાજપ | ૧૦,૩૫૮ |
વિરોચનનગર | પ્રભાતસિંહ મકવાણા | કોંગ્રેસ | ૯,૮૨૯ |
શાહપુર | પારૂબેન પઢાર | કોંગ્રેસ | ૯,૦૧૮ |
માણકોલ | કાંતિભાઇ પટેલ | કોંગ્રેસ | ૯,૧૫૯ |
ગલસાણા | હરપાલસિંહ ચુડાસમા | કોંગ્રેસ | ૧૧,૭૫૨ |
બદરખા બેઠક પર કોંગ્રેસના પક્ષપલટું ઉમેદવાર કુંવરબા પ્રવિણસિંગ દાયમાની હાર થઇ
બીજી તરફ બદરખા બેઠક પર કોંગ્રેસના પક્ષપલટું ઉમેદવાર કુંવરબા પ્રવિણસિંગ દાયમાની હાર થઇ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર જીત્યા છે. નોંધપાત્ર છેકે કાસિન્દ્રા, સિંગરવા, ભુવાલડી બેઠક પર ભાજપના ઉમેદવારો બીનહરીફ રહ્યા હતા.
ગત ટર્મમાં મતદારોએ ૩૪ માંથી ૧૮ સીટ કોંગ્રેસને જીતાડીને સત્તા સોંપી હતી. જોકે અઢી વર્ષ શાસન જેમતેમ ચાલ્યું પરંતુ કોંગ્રેસમાં આંતરિક ડખા, જુથવાદ, સગાવાદને લીધે કોંગ્રેસના ૭ સભ્યો બળવો કરીને ભાજપમાં ભળી ગયા હતા. આમ બાકીના અઢી વર્ષમાં જિલ્લા પંચાયતની સત્તા ભાજપ પાસે આવી ગઇ હતી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31