Last Updated on March 3, 2021 by
કોરોનાવાયરસ મહામારીનો સમગ્ર વિશ્વમાં કહેર જારી છે. તેનાથી છૂટકારો મેળવવા માટે વિશ્વભરના દેશોમાં રસીકરણ ચાલુ છે. તેમજ આ કટોકટીની વચ્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ટોચના નિષ્ણાતએ ચેતવણી આપી છે કે ‘સ્પેનિશ ફ્લૂ’ ફરીથી પાછો ફરી શકે છે. લગભગ 100 વર્ષ પહેલાં આ ફ્લૂને કારણે પાંચ કરોડ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ટોચના ડબ્લ્યુએચઓ નિષ્ણાતે ઈન્ફલ્યુએન્ઝા વિશે ચેતવણી આપતા કહ્યું કે સ્પેનિશ ફ્લૂ આગામી મહામારીનું કારણ બની શકે છે.
બ્રિટિશ અખબાર અનુસાર, WHO ના ગ્લોબલ ઇન્ફ્લૂએન્ઝા સર્વિલાન્સ એન્ડ રિસ્પોન્સ સિસ્ટમ’ના ઉચ્ચ સદસ્ય ડો. જોન મેકકોલી (Dr John McCauley)એ જણાવ્યું કે સામાન્ય ફલૂ વાયરસમાં પરિવર્તન કરી આ વધુ ઘાતક બની શકે છે. જ્યાં એક બાજૂ દુનિયા કોવિડ-19 મહામારી સામે લડી રહી છે. ત્યાં બીજી બાજુ વૈજ્ઞાનિકો આ વાયરસની ઓળખ કરી રહ્યા છે, જેના કારણે આવતી મહામારીનો ખતરો છે. ડો મેકકોલીએ આ વાત પર ખુલાસો કર્યો છે કે એમની સૌથી મોટી ચિંતા સામાન્ય ફલૂને લઇને છે. તેમણે ચેતવણી આપી છે કે ફ્લુનું સ્ટ્રેન ભવિષ્ય થવા વાળી મહામારીનું કારણ છે.
લોકોમાં ઘટતી ઇમ્યુનીટી વધારી રહી ચિંતા
ડો જોન મુજબ, કોરોનાનો ઉપાય જેવો કે સામાજિક દુરી અને નિયમિત રૂપથી હાથ ધોવાના કારણે લાંબા સમય સુધી ફલૂનું વધુ સર્ક્યુલેશન થયું ન હતું. પરંતુ કોરોના પછી દુનિયામાં સીઝનલ ફલૂ જેવા વાયરસ વધુ ખતરનાક હોઈ શકે છે. લોકોની ઘટતી ઇમ્યુનીટી એનું મોટું કારણ છે. તેમણે કહ્યું કે, બ્રિટનને પહેલા ચેતવણી આપવામાં આવી છે કે આવતી ઠંડી સુધી ફ્લૂના મામલે વધારો થશે. જયારે આ સીઝન ફલૂ લગભગ ગાયબ થઇ રહ્યો છે.
સ્પેનિશ ફ્લૂ માટે તૈયાર રહે દુનિયા!
બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક શોધ અનુસાર કોરોનાવાયરસ અને ફ્લૂથી સંક્રમિત થનારા લોકોને માત્ર કોરોના સંક્રમિત થનારા લોકોની તુલનામાં મોતનો વધારે ખતરો છે. વર્ષ 1918માં આવેલા સ્પેનિશ ફ્લૂને જોતા લગભગ પાંચ કરોડો લોકોના મોત થયા છે. જે પ્રથમ વિશ્વ યુદ્ધમાં થયેલા મોતથી કેટલાક ગણા વધારે મોત થયા હતા. તો ડૉ. મૈકકૌલીએ ચેતવણી આપતા કહ્યુ કે, આપણે આ માટે તૈયાર રહેવુ પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31