Last Updated on March 2, 2021 by
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ છે જ્યારે કોંગ્રેસ દયજનક સ્થિતિમાં મૂકાઇ ગયું છે જ્યારે આપ અને ઓવૈસીની પાર્ટીની આ વખતની ચૂંટણીમાં પણ ગુજરાતમાં એન્ટ્રી થઇ છે.
ત્યારે એવામાં ચૂંટણીમાં ઘર્ષણ સર્જાયાના પણ સમાચાર સામે આવ્યાં છે. સણોદર ગામે કોંગ્રેસના તાલુકા પંચાયત બેઠકના વિજેતા ઉમેદવારની વિજય રેલીમાં અમરાભાઈ મેઘાભાઈ બોરીચા નામના વ્યક્તિએ પથ્થરમારો કરતા રેલીનું ટોળું તેના ઘરમાં ઘુસી ગયું હતું અને તેને માર મારતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવાતા હતા તે દરમિયાન મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ છે ત્યારે કમલમમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ જનતાનો આભાર માન્યો હતો.
ચૂંટણીને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ પરિણામને લઈને ઉપરા ઉપરી બે ટ્વિટ કર્યા છે. વડાપ્રધાન મોદીએ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને શાનદાર જીત અપાવવા બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. આ સાથે જ અમિત શાહે પણ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ‘ગામડાની જનતા અને ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ પર વિશ્વાસ મુક્યો છે અને ભાજપને જીત અપાવવા બદલ આભાર માન્યો હતો.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31