Last Updated on March 2, 2021 by
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે આજની આ ચૂંટણીમાં કેટલાંક ઉમેદવારોને એ બરાબર સમજાઇ ગયું હશે કે આખરે એક મતનું શું મહત્વ હોય છે. કારણ કે અહીંયા કેટલાંક ઉમેદવારો માત્ર એક મત માટે પોતાની જીત ચૂકી ગયા હતાં અને ટાઇ પડી હતી. ત્યારે ચિઠ્ઠી ઉછાળીને ઉમેદવારોની જીત નક્કી કરવામાં આવી હતી. જ્યારે કોઇક બેઠક પર ઉમેદવારે એક મતથી જીત પણ હાંસલ કરી છે. આજના આ પરિણામોમાં ઉમેદવારોને એક જ સરખા મત મળતા ચૂંટણી પરિણામો ટાઈમાં પરિણમ્યા હતાં. આખરે ચિઠ્ઠી ઉછાળીને ઉમેદવારોની જીત નક્કી કરવામાં આવી હતી. જો કે, એમાં પણ ભાજપે બાજી મારી લીધી હતી.
વસો તાલુકા પંચાયતની પલાણા બેઠક પર એકસરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળાઇ
નડિયાદના વસો તાલુકા પંચાયતની પલાણા બેઠક પર કંઇક આવી જ સ્થિતિ સર્જાઈ હતી. અહીં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીના ઉમેદવારોને એક સરખા જ મત મળ્યા હતાં. જેથી એક જ સરખા મત મળતા ફરીથી મતોની ગણતરી કરવામાં આવી હતી. તેમાં પણ સરખા જ મતો સામે આવતા અહીં મૂંઝવણ ભરેલી સ્થિતિ સર્જાઇ હતી. જો કે બાદમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવતા અહીં પણ કોંગ્રેસના ઉમેદવારના ભાગ્યએ સાથ ના આપ્યો. બંનેના મત એકસરખા એટલે કે ટાઇ થતા ચિઠ્ઠી ઉછાળવાના નિર્ણયમાં પણ ભાજપની જ જીત થઈ હતી.
મોરબીની આમરણ બેઠક પર પણ થઇ હતી ટાઇ
આ જ પ્રકારની પરિસ્થિતિ બીજે મોરબીમાં તાલુકા પંચાયતમાં પણ જોવા મળી હતી. મોરબીની આમરણ બેઠક પર પણ કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારને એક સરખા મત મળ્યાં હતાં. જેથી અહીં પણ ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેથી અહીં પણ બેમાંથી એક ઉમેદવારની જીતની જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવતા અહીં પણ ભાજપના ઉમેદવારનું નામ નિકળતા ભાજપની જીત થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ કમલમમાં પણ ખુશીનો માહોલ છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ જનતાનો આભાર માન્યો હતો.
ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.
— Narendra Modi (@narendramodi) March 2, 2021
ત્યારે હવે આ ચૂંટણીને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ પરિણામને લઈને ઉપરા ઉપરી બે ટ્વિટ કર્યા છે. વડાપ્રધાન મોદીએ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને શાનદાર જીત અપાવવા બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.
શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.
— Narendra Modi (@narendramodi) March 2, 2021
જ્યારે અમિત શાહે ટ્વિટ કરતા જણાવ્યું હતુ કે, ગામડાની જનતા અને ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ પર વિશ્વાસ મુક્યો છે અને ભાજપને જીત અપાવવા બદલ આભાર માન્યો હતો.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું.
— Amit Shah (@AmitShah) March 2, 2021
આ ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી @vijayrupanibjp જી, @Nitinbhai_Patel જી, @CRPaatil જી અને કાર્યકર્તાઓને અભિનંદન.
આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકારોમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે.
— Amit Shah (@AmitShah) March 2, 2021
મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારો દેશના ગરીબ, ખેડુતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે.
સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં કોંગ્રસનો મોટો રકાસ
રાજ્યમાં ગ્રામિણ વિસ્તારની ચૂંટણીના પરિણામો બહાર આવી રહ્યા છે. આજે 8474 બેઠકોમાંથી 7111 બેઠકોના પરિણામ આવી ગયા છે. જેમાં 5281 સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો 1503 બેઠકો પર કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં કોંગ્રસનો મોટો રકાસ થયો છે. વર્ષ 2015માં 22 જિલ્લાપંચાયતો કબજે કરનારી કોંગ્રેસ પાસે સમખાવા પૂરતી એક જિલ્લા પંચાયત હાથમાં આવી નથી. મહાનગર પાલિકાની 6 બેઠકો બાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપે કોંગ્રેસને ધૂળ ચટાડી છે.
નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો યથાવત
નગરપાલિકાની વાત કરવામાં આવે તો 2720 બેઠકોમાંથી 2486 બેઠકો પર ના પરિણામો જાહેર થયા છે. જેમાં 1924 બેઠકો પર ભાજપનો ભગવો ફેલાયો છે. તો 366 બેઠકોમાં કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે.
તાલુકા પંચાયતમાં કોંગ્રેસે આપી ટક્કર
તાલુકા પંચાયતની 4774 બેઠકોમાંથી 3846 બેઠકોના પરિણામો જાહેર થયા છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બીજેપી સામે થોડી ટક્કર ઝીલવાના પ્રયાસો કર્યા છે. તાલુકા પંચાયતની 3846 બેઠકોના પરિણામો જાહેર થયા જેમાં 2728 બેઠકો ભાજપે પોતાના હસ્તક કરી લીધી છે તો કોંગ્રેસ 993 બેઠકો સાથે પ્રગતિ કરી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31