Last Updated on March 2, 2021 by
હરિયાણા સરકારે ખાનગી ક્ષેત્રમાં 75 નોકરીઓ રાજ્યના સ્થાનિક નાગરિકો માટે અનામત રાખવા અંગેની બિલ રજુ કર્યું હતું. જેને હરિયાણા ગવર્નરે પાસ કરી દીધું છે. મંગળવારે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી દુષ્યન્ત ચૌટાલાએ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું છે કે રાજ્યની વિધાનસભા દ્વારા ગત વર્ષે બિલ પસાર કરી દેવામાં આવ્યું હતું.
હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યન્ત ચૌટાલાએ જણાવ્યું કે આજનો દિવસ રાજ્યના યુવાનો માટે સૌથી મોટી ખુશીનો દિવસ છે. રાજ્યના યુવાનોને હવે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પણ 75%નું આરક્ષણ મળશે. રાજ્યના યુવાનોને તમામ કંપની, સોસાયટી અને ટ્રસ્ટમાં 75% અનામત મળશે.
ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં અનામત આપવું ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીનું મહત્વનું ચૂંટણી વચન હતું. જેને લઈને 2019માં 90 માંથી 10 બેઠકો જીતીને પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.
ગત વર્ષે નાયબ મુખ્યમંત્રી દુષ્યન્ત ચૌટાલા દ્વારા બિલ રજુ કરવામાં આવ્યું હતું જેમાં ખાનગી કંપનીઓએ હરિયાણા સ્થાનિકો માટે 75% નોકરીઓ 50 હજાર રૂપિયાના પગાર સાથે અનામત રાખવા ફરજીયાત કરવામાં આવ્યું હતું. સાથે જ, તેમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે જો જે તે પદ માટે યોગ્ય ઉમેદવાર ન મળે તો તેઓ આ નિયમની ઉપર પણ જઈ શકે છે. આ પ્રકારના કેસમાં તેઓ રાજ્ય બહારના ઉમેદવારોને નોકરી પર રાખી શકે છે અને તેના અંગે જેતે કંપનીએ સરકારને જાણ પણ કરવાની રહેશે.
કંપનીએ તમામ કર્મચારીઓનું 50 હજારનો પગાર મેળવી રહ્યા હોવાનું એક રજીસ્ટર તૈયાર કરવું પડશે. સાથે જ સરકારે જણાવ્યું છે કે જો કોઈ પણ કંપની આમ કરવામાં નિષ્ફળ જાય છે તો સરકાર જેતે કંપની પાસેથી દંડ વસુલ કરશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31