Last Updated on March 2, 2021 by
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. ભાજપે નહીં કે માત્ર શહેરમાં જ પોતાનો ડંકો વગાડ્યો છે પરંતુ ગામડાંઓમાં પણ પોતાનો દબદબો રાખ્યો છે. ગામડાઓમાંથી પણ કોંગ્રેસનો સફાયો બોલાવી દેતા કોંગ્રેસે ચૂંટણીલક્ષી જે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતાં તે મુદ્દાઓ પણ કોંગ્રેસને જીત અપાવવામાં કામે ન લાગ્યાં. જો કે ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાતા ક્યાંક કોંગ્રેસના ઉમેદવારો દ્વારા EVMમાં છબરડા થયા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. અરવલ્લીની તાલુકા પંચાયતની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને માત્ર 11 જ મત મળતા કોંગ્રેસના ચૂંટણી એજન્ટે EVMમાં છેડછાડ થયાનો આક્ષેપ કર્યો છે કારણ કે કોંગ્રેસના ઉમેદવારના પરિવારમાં જ 12 મત છે.
સમગ્ર ઘટના એવી છે કે, અરવલ્લીની દધાલિયા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને માત્ર 11 જ મત મળ્યાં છે પરંતુ તેમના પરિવારમાં જ 12 સભ્યો છે. ત્યારે પરીવારના જ 12 મત પણ ના મળતાં આ વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના ઉમેદવારને પરિવારના 12 સભ્યો સામે પોતાને માત્ર 11 જ મત મળતા કોંગ્રેસના ચૂંટણી એજન્ટે EVMમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે. ફરીથી ચૂંટણી યોજવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ મોડાસા કલેકટર કચેરી આગળ દેખાવો કર્યા છે.
મત ગણતરી દરમિયાન EVMમાંથી નીકળ્યા માત્ર 11 જ મત
દધાલિયા તાલુકા પંચાયતને લઈને કોકપુર ગામમાંથી 626 લોકોએ મતદાન કર્યું હોવાનું કોંગ્રેસના ચૂંટણી એજન્ટે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોકપુર ગામમાં કોંગ્રેસના ઉમેદવારના ઘરના 12 સભ્યોએ મતદાન કર્યું છે અને 188 કુટુંબીઓએ પણ મતદાન કર્યું હતું જ્યારે 11 તો પાર્ટીના એજન્ટ હતા તો પછી EVMમાં મત ગણતરી દરમિયાન તેમાંથી કોંગ્રેસના ઉમેદવારના માત્ર 11 જ મત કેમ નીકળ્યા છે. જેથી કોંગ્રેસના ચૂંટણી એજન્ટે EVMમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે.
ચૂંટણી અધિકારીઓની મિલીભગતનો કોંગ્રેસના કાર્યકરનો આક્ષેપ
આ મામલે કોંગ્રેસના કાર્યકર જલદીપ પટેલનો આક્ષેપ છે કે, ‘કોઈ રાજકીય પાર્ટીએ EVMમાં ચેડાં કર્યા છે, કારણ કે આવી રીતે ચૂંટણીમાં મત કેવી રીતે ગાયબ થઈ જાય? મારી માંગ એ જ છે કે અરવલ્લી તાલુકા પંચાયતની ચૂંટણી રદ થવી જોઈએ અને ફરીથી બેલેટ પેપર પર ચૂંટણી થવી જોઈએ. આમાં ચૂંટણી અધિકારીઓની પણ મિલીભગત હોઈ શકે છે જેથી આ અંગેની કલેક્ટરે યોગ્ય તપાસ કરાવવી જોઈએ.’
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની જીત માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી જોરશોરથી પ્રચાર કરતા હતાં. ત્યારે એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર. પાટીલના પ્રચારના વિકાસના અને પેજ પ્રમુખ ફોર્મ્યુલાના મુદ્દાઓ શહેરો બાદ ગામડાંમાં પણ સફળ રહ્યાં.
કોંગ્રેસનો કારમો પરાજય થતા અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામાં
તમને જણાવી દઇએ કે, મનપા બાદ જિલ્લા-તાલુકા પંચાયત અને ન.પાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થતા અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રમુખ પદેથી જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. જેનો હાઇકમાન્ડે પણ સ્વીકાર કરી લીધો છે. જેથી આ મહિનાના અંત સુધીમાં નવા પ્રમુખ અને વિપક્ષના નેતાની પણ જાહેરાત કરાશે. જ્યાં સુધી કોંગ્રેસ નવા પ્રમુખનું નામ જાહેર ન કરે ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સંગઠનની જવાબદારી સંભાળી શકે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31