GSTV
Gujarat Government Advertisement

નારાજ કે રાજી/ આદિવાસી પટ્ટાનું રિઝલ્ટ ઘણા નેતાઓનું રાજકારણ પુરૂ કરી દેશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટ્ટામાં આ છે પરિણામ

Last Updated on March 2, 2021 by

ડાંગમાં ભાજપે સપાટો બોલાવ્યો છે. આદિવાસી વિસ્તારમાં ભાજપને મનમૂકીને વોટ મળ્યા છે. ડાંગ જિલ્લા પંચાયતની 18માંથી 17 બેઠક જ્યારે ત્રણ તાલુકા પંચાયતની 48માંથી 41 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ઝઘડિયામાં આદિવાસી મતોને લઇને રાજકારણ કરતાં બીટીપીની સૂપડાં સાફ થઈ ગયા છે. 15 વર્ષ બાદ ઝઘડિયા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે.

કેવડિયા કોલોનીને લઇને રાજકારણ રમતા ઘણા નેતાઓ ઉઘાડા પડી ગયા છે. આદિવાસી પટ્ટામાં આ વર્ષે સૌથી વધારે મતદાન થયું છે. આદિવાસીઓએ ઘરોમાથી બહાર નીકળીને ભાજપને મત આપ્યો છે. કવાંટ તાલુકા પંચાયતમાં પણ ભાજપનું રાજ જોવા મળ્યું છે. જાહેર થયેલી બેઠકોમાં ભાજપને બહુમતી મળી છે. અગાઉ કોંગ્રેસનું શાસન હતું. બેઠકોમાં 14 ભાજપ, 6 કોંગ્રેસ, 1 અપક્ષને મળી છે.

નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી ભાજપ 18માં જીત થઈ છે. કોંગ્રસને 2 બેઠક મળી છે. નર્મદા જિલ્લા પંચાયતમાં પણ બીટીપીએ ખાતું ખોલાવી 1 બેઠક પર જીત મેળવી છે. નર્મદા જિલ્લા પંચાયતમાં ધારાસભ્ય પી ડી વસાવા ની પુત્રી મનીષા વસાવાની હાર થઈ છે. નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરેમેન બીપીટીના બહાદુર વસાવાની હાર થઈ છે. દેવગઢ બારીયા તાલુકા પંચાયતની 28 બેઠક માથી 27નું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ડાંગ વઘઇ જિલ્લા પંચાયત ઉપર ભાજપના હરીશ બચ્છાવ 1258 મતે વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસનાં બાહુબલી ગણાતા હરીશ બચ્છાવે ભાજપમાંથી આ વર્ષે ઉમેદવારી કરી હતી.

દાહોદ નગરપાલિકાની 36 બેઠકમાંથી ભાજપનાં ફાળે 19, કોંગ્રેસ પાસે 5 સીટ રહેતા દાહોદ નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. આ સાથે જ ફરી સત્તા ભાજપાના હાથમાં ગઈ છે. ધાનપુરની 24 બેઠકમાંથી ભાજપ પાસે 23 અને કોંગ્રેસ પાસે 1 બેઠક ગઈ છે. ધાનપુર તાલુકાની 5 જિલ્લા પંચાયત બેઠકનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપે 5 બેઠક જીતી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામની મહત્વની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. કેવડિયા જિલ્લા પંચાયત બેઠક પર દિનેશભાઈ સોમાભાઈ ભાજપનો ભવ્ય વિજય થયી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33