GSTV
Gujarat Government Advertisement

સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી

Last Updated on March 2, 2021 by

રાજ્યમાં ગ્રામિણ વિસ્તારની ચૂંટણીના પરિણામો બહાર આવી રહ્યા છે. આજે 8474 બેઠકોમાંથી 7111 બેઠકોના પરિણામ આવી ગયા છે. જેમાં 5281 સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો 1503 બેઠકો પર કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં કોંગ્રસનો મોટો રકાસ થયો છે. વર્ષ 2015માં 22 જિલ્લાપંચાયતો કબજે કરનારી કોંગ્રેસ પાસે સમખાવા પૂરતી એક જિલ્લા પંચાયત હાથમાં આવી નથી. મહાનગર પાલિકાની 6 બેઠકો બાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપે કોંગ્રેસને ધૂળ ચટાડી છે.

629 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

જિલ્લા પંચાયતની 980 બેઠકમાંથી 779 બેઠકોના પરિણામ આવી ગયા છે. જેમાં 629 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો 144 બેઠકોમાં જ કોંગ્રેસ સમેટાઈ ગયી છે. તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપ સત્તા સ્થાને બેસે તેવા સમીકરણો રચાયા છે.

કુલ ઉમેદવારોપરિણામ જાહેરભાજપકોંગ્રેસઅન્ય
જિલ્લા પંચાયત9807796291446
નગરપાલિકા272024861924366196
તાલુકા પંચાયત477438462728993125
કુલ ઉમેદવારો8474711152811503327

નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો યથાવત

નગરપાલિકાની વાત કરવામાં આવે તો 2720 બેઠકોમાંથી 2486 બેઠકો પર ના પરિણામો જાહેર થયા છે. જેમાં 1924 બેઠકો પર ભાજપનો ભગવો ફેલાયો છે. તો 366 બેઠકોમાં કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે.

તાલુકા પંચાયતમાં કોંગ્રેસે આપી ટક્કર

તાલુકા પંચાયતની 4774 બેઠકોમાંથી 3846 બેઠકોના પરિણામો જાહેર થયા છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બીજેપી સામે થોડી ટક્કર ઝીલવાના પ્રયાસો કર્યા છે. તાલુકા પંચાયતની 3846 બેઠકોના પરિણામો જાહેર થયા જેમાં 2728 બેઠકો ભાજપે પોતાના હસ્તક કરી લીધી છે તો કોંગ્રેસ 993 બેઠકો સાથે પ્રગતિ કરી છે.

પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું હતું. પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આપ પાર્ટીએ પીએમ મોદીના ગૃહ નગરમાં એન્ટ્રી કરી લીધી છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા પંચાયતની બોલિપુરા સીટ પર આપના ઉમેદવાર નાગરભાઈ મોમીન જિત્યા છે.

ગ્રામિણ વિસ્તારોમાં પણ આપે ખાતું ખોલ્યું

સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો હાંસલ કર્યા પછી ગ્રામિણમાં પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આમ આદમી પાર્ટીએ સીઆર પાટીલ અને પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પાડ્યા બાદ પીએમમોદીના વતન વડનગરમાં પણ ખાતું ખોલાવ્યું છે. આમ આદમી પાર્ટીએ તમામ મળીને અત્યાર સુધીની મહાનગરપાલિકાથી લઈને નગરપાલિકા સુધી તમામ મળીને 50 જેટલી સીટો પર ઉમેદવારો વિજેતા બન્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33