Last Updated on March 2, 2021 by
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર થઇ છે. ચૂંટણી સમયે જ વેચાઇ જતા કોંગ્રેસી નેતાઓથી જનાધાર વેરવિખેર થઇ ગયો છે. આ પરિણામ દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોંગ્રેસ પકડ ગુમાવી રહી છે. 2015 સુધી તાલુકા અને જિલ્લા પંચાયતો કોંગ્રેસ જીતતી અને ગામડાઓએ કોંગ્રેસનો હાથ પકડી રાખેલો. માત્ર વિરોધના નાટકો કરતાં નેતાઓ અને પ્રજાની વચ્ચે નહીં જવાને કારણે હવે કાર્યર્તાઓ પણ નિરાશ છે.
કોંગ્રેસની હારના કારણો
- પાલિકા અને પંચાયતમાં નબળા ઉમેદવારોની પસંદગી.
- જીતે એવા કાર્યકર્તાને બદલે સ્થાનિક લેવલે બળુકા નેતાઓના ચાર હાથ હોય એવા ઉમેદવારને જ ટિકિટ આપી.
- નબળી નેતાગીરી અને સંગઠનના નામે માત્ર મીટિંગો સિવાય કશુ નહીં. મોટા નેતાઓ પ્રચાર કરવાનું જ ભૂલી ગયા છે.
- કોંગ્રેસના નેતૃત્વવાળી તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ વહીવટના ધાંધિયા.
- લોકોને નાનામાં નાના કામ માટે ધક્કાઓ ખવડાવી પરેશાન કરતાં.
- કોંગ્રેસને મત આપ્યા પછી એ ઉમેદવાર ભાજપમાં જ ભળી જવાનો હોય તો મત જ શું કામ દેવો, એમ સમજી પ્રજા કોંગ્રેસથી વિમુખ થવા માંડી છે.
- કોંગ્રેસના કહેવાતા પ્રથમ હરોળના નેતાઓ પ્રચારમાં જતા જ નથી. દિલ્હીથી મોટા નેતા આવે તો જ એ.સીમાંથી બહાર નીકળે છે.
- પેટ્રોલ ડીઝલ અને ગેસના વધી રહેલા ભાવનો મુદ્દો પ્રજા વચ્ચે લઇ જવામાં નિષ્ફળ રહ્યા
- પ્રભાવશાળી રાષ્ટ્રીય નેતૃત્વની ઉણપના કારણે દિશાવિહિન કાર્યકર્તાઓ
- રાષ્ટ્રીય સ્તરે નબળી નેતાગીરીના કારણે પણ પ્રજાનો વિશ્વાસ ડગમગ્યો
ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું આપ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેઓ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે.તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. આ રાજીનામાનો કોંગ્રેસ હાઈકમાન્ડે સ્વીકાર કરી લીધો છે અને માર્ચના અંત સુધીમાં નવા નેતાઓના નામની જાહેરાત થશે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ગુજરાતમાં કથળતા જતા કોંગ્રેસના રાજકારણથી નવા નેતાઓને તક આપી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે રકાસ થયો છે.
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યના પુત્રને પણ હારનો સામનો કરવો પડ્યો
ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની વિજયનગર તાલુકા પંચાયતમાંથી હાર થઇ છે. સોજીત્રા કોંગ્રેસ ધારાસભ્ય પૂનમભાઈ પરમારના પુત્રની તારાપુર તાલુકા પંચાયતની મોરજ બેઠક પરથી હાર થઇ છે. ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમનો દ્વારકા જિલ્લા પંચાયતની 19 સોજિત્રા બેઠક પર પરાજય થયો છે.
કોંગ્રેસનો કારમો રકાસ
તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામા મોકલ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસે એક પછી એક જે રીતે હારનો સામનો કરવો પડી રહ્યો છે તેને જોતાં આ રાજીનામા પડ્યા છે. હાલની ચૂંટણીમાં ભાજપે 2010નું પુનરાવર્તન કર્યું છે. 2010માં ભાજપ 30 જિલ્લા પંચાયત જીત્યો હતો. જ્યારે એક અન્યને મળી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ ભાજપ જીત તરફ છે. જ્યારે કોંગ્રેસનો રકાસ થયો છે. જ્યારે આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ પરાજય તરફ છે. આમ કોંગ્રેસના દિગ્ગજો એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાંઓ પડ્યા છે.
2020માં પણ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું હતું રાજીનામું
ગુજરાત કાંગ્રેસના 32મા પ્રમુખ તરીકે હાલ ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ અમિત ચાવડા (amit chavda) સુકાન સંભાળી રહ્યા છે. જોકે તેમના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ (gujarat congress) છોડી ભાજપાનો ખેસ ઘારણ કર્યો છે. વર્ષ 2019ની લોકસભાની ચુટણીમાં કારમો પરાજય થયો અને ત્રણ પેટાચૂંટણીમાં પણ રકાસ જોવા મળ્યો. છેલ્લે યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂટંણીમાં કોંગ્રેસને સમ ખાવા એકેય બેઠક ન મળી. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ ધર્યુ હતું. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પણ કોંગ્રેસના ભૂંડા રકાસ બાદ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું હાઈકમાન્ડને મોકલાવી દીધું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31