Last Updated on March 2, 2021 by
ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું. ત્યારે સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઇ રહ્યાં છે એવામાં મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવાયું છે. નગરપાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મોડાસા નગરપાલિકામાં ઓવૈસીની પાર્ટીની 9 બેઠકો પર જીત થઇ છે.
જ્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી દીધી છે. નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાઇ રહ્યો છે એવામાં જ્યારે ઓવૈસીની પાર્ટીએ 9 બેઠકો પર જીત હાંસલ કરી છે એ એક મોટી વાત કહેવાય. અગાઉ પણ રાજ્યમાં મનપાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ 7 બેઠકો પર જીત હાંસલ કરી હતી. ઔવેસીની પાર્ટીએ અમદાવાદ મનપામાં સાત બેઠકો પર જીત મેળવી હતી. જમાલપુર અને મકતમપુરામાં 7 બેઠકો પર ઔવેસીની પાર્ટી AIMIM એ જીત મેળવી છે.
ગાંધીનગર કમલમ ખાતે ભાજપ દ્વારા વિજયોત્સવ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપનો એક વાર ફરીથી ગુજરાતભરમાં ડંકો વાગતા ભાજપ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે વિજયોત્સવ ચાલી રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર. પાટીલ એક જ કારમાં આવ્યાં હતાં અને વિક્ટરીની સાઈન બતાવીને ભાજપના તમામ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
કમલમ ખાતે વિજયોત્સવ ઉજવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, ‘રાજ્યભરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ વિપક્ષ માટે પણ લાયક નહીં તેવા ચૂંટણી પરિણામ જોવા મળ્યાં. ગામડું હોય કે નગર હોય જ્યાં માનવી હશે ત્યાં સુવિધા પહોંચાડશું. ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે. ગુજરાત ભાજપનું જ ગઢ હતું, છે અને રહેશે. ગુજરાતની જનતાએ ઉત્સાહથી કોંગ્રેસનો સફાયો કર્યો. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે.’
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ હારનો સામનો કરવો પડ્યો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપ વિજયકૂચ તરફ આગળ વધી ગયું છે. ત્યારે આ પરિણામોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પણ હાર થઈ છે. જેમાં વાત કરીએ પોરબંદરની તો પોરબંદરના કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા તાલુકા પંચાયત બેઠક પર હારી ગયાં છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રની પણ હાર થઇ છે તેમજ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગી નેતા વિક્રમ માડમના પુત્રની પણ હાર થઈ છે. આમ, કોંગ્રેસના નેતાઓના સગા સબંધીઓ તેમજ વર્તમાન ધારાસભ્યોની પણ કારમી હાર થઇ છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31