GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં તો ઠીક ઘરમાં પણ કૉંગ્રેસ ક્યાયની ન રહી, આ નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા

કૉંગ્રેસ

Last Updated on March 2, 2021 by

આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે. ત્યારે મહાનગર પાલિકાની જેમ કોંગ્રેસનો સફાયો થતો દેખાઈ રહ્યો છે. ત્યારે પોરબંદર નગરપાલિકામાં ઘરમાં જ કોંગ્રેસે હારનો સામનો સામનો કરવો પડ્યો. નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં લડી રહેલા મહિલા ઉમેદવારે ભાજપમાંથી (BJP) લડી અને કૉંગ્રેસમાંથી લડેલા દીયરને હરાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1ના ઉમેદવારનું નામ પટલ બાપોદરા છે. તેમના પતિ પણ ભાજપના ઉમેદવાર છે. તેમણે અગાઉ ભાજપના સભ્ય અને ગત ડિસેમ્બર માસમાં જ કૉંગ્રેસમાં જોડાયેલા પોતાના દીયરને છાયા નગરપાલિકાની ચૂંટણીમાં હાર આપી છે.

ભાભીએ દિયરને આપી માત

પાયલ કોંગ્રેસની પેનલમાં લડતા દિયર વિજય બાપોદરા સામે લડી રહ્યા હતા. આ ચૂંટણીમાં ભાભીએ દીયરને હરાવતા રાજ્યમાં તો ઠીક પર ઘરમાં પણ કૉંગ્રેસ ક્યાયની નથી રહી. વિજય બાપોદરા કૉંગ્રેસમાં જોડાયેલા તે પહેલાં બોખીરામાં ભાજપના નેતા હતા અને 10 વર્ષથી ખૂબ જ સક્રિય હતા. જોકે, તેઓ પોતાના 300 ટેકેદારો સાથે મોઢાવાડિયાની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

કોંગ્રેસનો ઘરમાં સફાયો

પોરબંદર છાંયા નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં એક જ પરિવારના બે સભ્યો અલગ અલગ પક્ષમાંથી ઉમેદવારી નોંધાઇ હતી. જેમાં દિયર કોંગ્રેસમાંથી અને તેમના ભાભીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. પાયલના પતિ અજય બાપોદરા ભાજપમાં યુવા મોર્ચાના પ્રમુખ હતા અને તેમણે ચૂંટણી પહેલાં જણાવ્યું હતું કે, વ્યક્તિ નહીં પરંતુ પક્ષની વાત લઈને અમે લોકો પાસે જશુ અને વિકાસ કાર્યો લોકો સમક્ષ જણાવી મત માંગીશું.’

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33