GSTV
Gujarat Government Advertisement

રાજકારણ/ મોદી અને નીતિન પટેલના હોમ ટાઉનમાં ભાજપની ઘરવાપસી, ઉત્તર ગુજરાતમાં પાટીદારો આપ નહીં ભાજપ સાથે

Last Updated on March 2, 2021 by

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપને 26 અને કોંગ્રેસને 3 બેઠકો મળી છે. મહેસાણા નગરપાલિકામાં પણ કુલ 44 બેઠકોમાં ભાજપને 17 અને કોંગ્રેસને 7 બેઠકો મળી છે. મોદી અને નીતિન પટેલના હોમ ટાઉનમાં ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે. 2015માં પાટીદાર આંદોલન સમયે થયેલા ધોવાણ બાદ ભાજપે કમબેક કર્યું છે. મહેસાણાના બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના મત વિસ્તારમાં ગાબડું પડ્યું છે. બહુચરાજી અને જોટાણા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. કડી અને વિસનગર પાલિકામાં ભાજપનો દબદબો જળવાયો છે.

ભાજપે

કડી અને વિસનગર પાલિકામાં ભાજપનો દબદબો જળવાયો છે.

ભરતજીના વતન વિરસોડા-રામપુરામાં પણ ભાજપ જીત્યું છે. બહુચરાજી અને જોટાણા જિલ્લા પંચાયતની બેઠક પણ ભાજપે છીનવી છે. મહેસાણાની કડી તાલુકા પંચાયતની નંદાસણ બેઠક પર ભાજપના ઉમેદવાર 1 મતે હારતા રિ-કાઉન્ટની માંગ કરાઇ છે. રિ-કાઉન્ટિંગ શરૂ કરાયું છે. મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 3માં ભાજપના કોકિલાબેન ચાવડા, દીપક પટેલની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના જલ્પાબેન પટેલ તેમજ અમિત પટેલની જીતનો ઝંડો ફરકાવ્યો છે.

કોંગ્રેસના જલ્પાબેન પટેલ તેમજ અમિત પટેલની જીતનો ઝંડો ફરકાવ્યો

કડી પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. 36 માંથી 35 પર ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે.વર્ષ 2015 માં ભાજપે 28 બેઠકો મેળવી હતી. જોટાણા તાલુકા પંચાયત એક નંબર સીટ પર કોગ્રેસનો વિજય થયો છે. નવીનભાઇ પરમારનો 106 મતથી વિજય થયો છે. તો બહુચરાજી તાલુકા પંચાયતમાં બહુચરાજી 1 અને બહુચરાજી 2 સીટ પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. તો બહુચરાજી જિલ્લા પંચાયતની બેઠકમાં પણ ભાજપે જીતનો વાવટો ફરકાવ્યો છે.

જિલ્લો-મહેસાણા
મહેસાણા જિ.પંચાયતબેઠકભાજપકોંગ્રેસઅન્ય
આગળ420100
કુલ ન.પાલિકા-04આગળભાજપ:00કોંગ્રેસ:00
નગરપાલિકાબેઠકભાજપકોંગ્રેસઅન્ય
કડી363501
મહેસાણા44
વિસનગર36
ઊંઝા3602
કુલ તા.પંચાયતો-10આગળભાજપ:00કોંગ્રેસ:00
તાલુકા પંચાયતબેઠકભાજપકોંગ્રેસઅન્ય
જોટાણા16
કડી3002
ખેરાલુ1801
બહુચરાજી1603
મહેસાણા32
ઊંઝા180403
વડનગર18
સતલાસણા160301
વિજાપુર280502
વિસનગર2402
3 વાગ્યા સુધીના પરિણામોને આધારે..

2015ના રિઝલ્ટથી પલટાયું ચિત્ર

2015ની મહેસાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 152 બેઠકોમાંથી ભાજપને 47 અને કોંગ્રેસને 50 બેઠકો મળી હતી. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 42 બેઠકોમાંથી ભાજપને 09 અને કોંગ્રેસને 33 બેઠકો મળી હતી. અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 216માંથી ભાજપને 60 અને કોંગ્રેસને 137 બેઠકો મળી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33