GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી પરિણામ: વડોદરામાં આવી છે અત્યાર સુધીની સ્થિતી, જોઈ લો કોંગ્રેસના સૂપડાં કરી દીધા છે સાફ

Last Updated on March 2, 2021 by

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે, જેમાં ભાજપ માટે આજનો દિવસ ઐતિહાસિક જીતની ખુશીનો હોવાનો સામે આવી રહ્યુ છે. ભારતીય જનતા પાર્ટી માટે અહીં સમગ્ર જગ્યાએ જીતના સમાચાર આવી રહ્યા છે.ત્યારે આપણે અહીં વડોદરાની વાત કરીએ તો, વડોદરા જિલ્લા પંચાયતમાં કુલ 34 સીટમાંથી ભાજપે 13 બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસનું હજૂ ખાતુ ખુલ્યુ નથી. જ્યારે અન્ય બે સીટ જીત્યા છે.

નગરપાલિકાની વાત કરીએ તો, અહીં ડભોઈ, પાદરા અને સાવલી પર મતદાન થયું હતું. જેમાં આ ત્રણેયમાં ભાજપ 16 જ્યારે કોંગ્રેસ 05 પર આગળ છે.

તાલુકા પંચાયતની વાત કરીએ તો, પાદરા, વડોદરા, ડેસર, કરજણ, સિનોર, ડભોઈ, સાવલી અને વાઘોડિયાનો સમાવેશ થાય છે. જેમાંથી ભાજપ 08 અને કોંગ્રેસ 06 પર આગળ છે.

જિલ્લો-વડોદરા
વડોદરા જિ.પંચાયતબેઠકભાજપકોંગ્રેસઅન્ય
આગળ-3413002
કુલ ન.પાલિકા-03આગળભાજપ:16કોંગ્રેસ :05
નગરપાલિકાબેઠકભાજપકોંગ્રેસઅન્ય
ડભોઇ36090701
પાદરા28160008
સાવલી241608
કુલ તા. પંચાયતો-08આગળભાજપ:08કોંગ્રેસ :06
તાલુકા પંચાયતબેઠકભાજપકોંગ્રેસઅન્ય
પાદરા26
વડોદરા280201
ડેસર1601
કરજણ200102
સિનોર16
ડભોઇ20
સાવલી220302
વાઘોડિયા2002

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવતા લગભગ મોટા ભાગની નગરપાલિકાઓ ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. ત્યારે અગાઉ 6 મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ નગરપાલિકાઓમાં પોતાની જીતના પત્તાકા ફરકાવી રહ્યુ છે. ભારતીય જનતા પાર્ટીએ હવે મહાનગરપાલિકા બાદ જિલ્લા પંચાયતોમાં પણ કોંગ્રેસનો સફાયો કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ 2010નું પુનરાવર્તન કર્યું હોય તેમ આ વખતે આવા અણસાર વર્તાઈ રહ્યા છે. અહીં આજના પરિણામમાં નજર નાખતા માલૂમ થશે કે, ભગવા પાર્ટીએ 2010ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કર્યુ છે. જ્યાં ભાજપે 2010માં 30 જિલ્લા પંચાયત પર જીત મેળવી છે. હાલની વાત કરીએ તો, વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ કોંગ્રેસનો સફાયો થતો હોય તેમ જણાઈ રહ્યુ છે. આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર લગભગ મોટા ભાગની જગ્યાએ કોંગ્રેસનો સફાયો છે. આમ જોઈએ તો, કોંગ્રેસના દિગ્ગજો એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાંઓ પડ્યા છે.

આજની વાત કરીએ તો, 31 જિલ્લા પંચાયતમાં કુલ 66 ટકા જેટલુ મતદાન થયુ હતું. 2010 બાદ 2015ની વાત કરીએ તો, કોંગ્રેસ માટે આ ચૂંટણીના પરિણામો થોડા રાહતભર્યા રહ્યા હતા. જ્યાં 2015માં કોંગ્રેસને 22 અને ભાજપને 7 જિલ્લા પંચાયતમાં જીત મળી હતી. જ્યારે બેમાં ટાઈ પડી હતી. 2015માં સૌથી મોટુ ફેક્ટર પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપનો રકાસ થયો હતો. આમ ભાજપે 6 મહાનગરપાલિકા બાદ નગરપાલિકામાં પણ ભગવો લહેરાવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33