GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસ મુક્ત જિલ્લા પંચાયતો: 6 મહાનગરપાલિકા બાદ 31 જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના સૂપડા સાફ, 2010નું થયું પુનરાવર્તન

bjp gujarat

Last Updated on March 2, 2021 by

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવતા લગભગ મોટા ભાગની નગરપાલિકાઓ ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. ત્યારે અગાઉ 6 મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ નગરપાલિકાઓમાં પોતાની જીતના પત્તાકા ફરકાવી રહ્યુ છે. ભારતીય જનતા પાર્ટીએ હવે મહાનગરપાલિકા બાદ જિલ્લા પંચાયતોમાં પણ કોંગ્રેસનો સફાયો કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ 2010નું પુનરાવર્તન કર્યું હોય તેમ આ વખતે આવા અણસાર વર્તાઈ રહ્યા છે. અહીં આજના પરિણામમાં નજર નાખતા માલૂમ થશે કે, ભગવા પાર્ટીએ 2010ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કર્યુ છે. જ્યાં ભાજપે 2010માં 30 જિલ્લા પંચાયત પર જીત મેળવી છે. હાલની વાત કરીએ તો, વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ કોંગ્રેસનો સફાયો થતો હોય તેમ જણાઈ રહ્યુ છે. આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર લગભગ મોટા ભાગની જગ્યાએ કોંગ્રેસનો સફાયો છે. આમ જોઈએ તો, કોંગ્રેસના દિગ્ગજો એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાંઓ પડ્યા છે.

વર્ષ 2015
ભાજપકોંગ્રેસઅન્યમતદાન
31 જિલ્લા પંચાયત722બેમાં ટાઈ પડી69.55 ટકા
વર્ષ 2021
ભાજપકોંગ્રેસઅન્યમતદાન
31 જિલ્લા પંચાયત00066 ટકા

આજની વાત કરીએ તો, 31 જિલ્લા પંચાયતમાં કુલ 66 ટકા જેટલુ મતદાન થયુ હતું. 2010 બાદ 2015ની વાત કરીએ તો, કોંગ્રેસ માટે આ ચૂંટણીના પરિણામો થોડા રાહતભર્યા રહ્યા હતા. જ્યાં 2015માં કોંગ્રેસને 22 અને ભાજપને 7 જિલ્લા પંચાયતમાં જીત મળી હતી. જ્યારે બેમાં ટાઈ પડી હતી. 2015માં સૌથી મોટુ ફેક્ટર પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપનો રકાસ થયો હતો. આમ ભાજપે 6 મહાનગરપાલિકા બાદ નગરપાલિકામાં પણ ભગવો લહેરાવ્યો છે

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33