GSTV
Gujarat Government Advertisement

જનાદેશ સર્વાધાર/ ચારે દિશામાં ભાજપનો ભગવો લહેરાયો, આપે આંચકો આપ્યો, કોંગ્રેસને કકળાટ નડી ગયો

Last Updated on March 2, 2021 by

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ આજે ગ્રામિણ વિસ્તારોમાં પણ ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. વર્ષ 2015માં પાટીદાર આંદોલનના વેવમાં કોંગ્રેસ તરફ વળેલા લોકો પણ ફરી પાછા ભાજપ સાથે જોડાઈ જતાં વર્ષ 2010ની જે પરિસ્થિતિ હતી તેવી રીતે ભાજપ મજબૂત ઊભરી આવ્યું છે. મહાનગરપાલિકા બાદ જિલ્લા પંચાયતોમાંથી પણ કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. મહાનગરપાલિકા બાદ નગરપાલિકાઓમાં પણ ભાજપે સપાટો બોલાવ્યો છે. તાલુકા પંચાયતોમાં પણ ભાજપનું વર્ચસ્વ વધી ગયું છે. 1,700થી વધારે બેઠકો પર ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે.

2015નું નુકસાન ભાજપે વ્યાસ સાથે પૂરું કર્યું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે 2015નું નુકસાન ભાજપે વ્યાસ સાથે પૂરું કર્યું છે. તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપ લીડ કરી રહ્યું છે. તેમાં ભવ્ય વિજય મળશે. ભૂતકાળમાં ન મળી હોય તેટલી બેઠકો સાથે ભાજપ ભવ્ય વિજય મેળવશે એવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

દક્ષિણમાં પણ ભાજપનો વેવ/વલસાડમાં 31માંથી 29માં ભાજપે ભગવો લહેરાવ્યો, સુરતમાં 71માં છે ભાજપ આગળ

તાલુકા પંચાયત ઉપર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. ભાજપે અત્યાર સુધી 117 બિન હરિફ બેઠકો ઉપરાંત 1091 બેઠકો પર ભાજપે દબદબો જાળવ્યો છે. તો કોંગ્રેસ પણ 500 સીટની નજીક પહોંચી છે. વલસાડમાં 31 બેઠકોની મત ગણતરી ચાલુ છે જેમાં 29 બેઠકો પર ભાજપનો દબદબો છે તો ફક્ત બે બેઠકો પર જ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. સુરતની તાલુકા પંચાયતોમાં 81 બેઠકોની મત ગણતરીમાં 71માં ભાજપ આગળ છે સુરતની તાલુકા પંચાયતોમાં જે પરિણામ આવ્યા છે તેમાં ભાજપનો દબદબો યથાવત રહ્યા છે.

મતક્ષેત્રકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્ય
Bardoli22161161     
Olpad24195185  1  
Kamrej2000       
Mangrol24404      
Palsana1818016 1 1  
Mahuva201007 3    
Chorasi161421024    
Mandvi2400       
Umarpada1600       

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33