Last Updated on March 2, 2021 by
ધોરાજી તાલુકા પંચાયતની મત ગણતરીના સમયમાં ભાજપનો ભગવો લહેરાયો છે કોંગ્રેસના કાંગરા ઉડી ગયા છે, 15 સીટ ઉપર મતદાન ની કાર્યવાહી થઈ હતી. જેમાં આજરોજ પરિણામમાં નવ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી વિજેતા જાહેર થઈ ગયા છે, તેમજ પાંચ સીટ ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. હજુ ત્રણ સીટની મતગણતરી બાકી છે, ત્યારે સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થયા છે.
ધોરાજી તાલુકા પંચાયતની કુલ ૧૬ સીટમાંથી ભારતીય જનતા પાર્ટીને 9 સીટ ઉપર વિજયી બન્યા છે. કોંગ્રેસને 5 સીટ પર વિજય અને એક બિનહરીફ થતાં હોટેલ 4 સીટ ઉપર વિજય થયાં છે.
ધોરાજી તાલુકા ના છાડવાવદર હડમતીયા ભાડેર નાની પરબડી કલાણા સુપેડી 2 વેગળી મોટીમારડ 1 મોટીમારડ 2 ની બેઠક પર ભાજપ નો વિજયી બન્યા છે, સુપેડી 1 મોટીવાવડી જમનાવડ 3 મોટી પરબડી સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો વિજયી બન્યા છે.
રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મનીષભાઈ ચાંગેલા મહામંત્રી મનસુખભાઈ રામાણીએ જણાવેલ કે ધોરાજીમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું અને કુલ ૧૬ સીટમાંથી 15 સીટો પર કોંગ્રેસનો વિજય થયો હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ લોકોએ રાખી આજે ધોરાજી તાલુકા પંચાયતની સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે, અત્યારે 9 સીટો પર ભાજપ વિજય જાહેર થઈ ગઈ છે, ત્યારે તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ છે, જેથી મતદારોનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારોનો આ વિસ્તારના લોકોનો આભાર માન્યો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31