Last Updated on March 2, 2021 by
રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી આજે શરૂ છે. ત્યારે ધીરે-ધીરે એક પછી એક બેઠકોના પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્ર, સુરત અને સાબરકાંઠામાં 46 બેઠકો સાથે AAP એ ધમાકેદાર એન્ટ્રી મારી દીધી છે. તો બીજી બાજુ હવે કોંગ્રેસે પણ પોતાનું ખાતુ ખોલાવી દીધું છે અને એ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢમાં. કોંગ્રેસે વિજય રૂપાણીના ગઢ રાજકોટની આણંદપર તાલુકા બેઠક નંબર 1માં કોંગ્રેસ ઉમેદવાર નીતાબેન સોલંકીનો વિજય થયો છે.
આ સિવાય છોટા ઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની અમરોલી તાલુકા પંચાયતની બેઠક ઉપર પણ કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસી ઉમેદવાર દીવીબેન કિશનભાઈ રાઠવાએ 151 મતે જીત હાંસલ કરી છે. જ્યારે જામનગરની બેરાજામાં ‘AAP’ એ ખાતુ ખોલાવ્યું છે. તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
આ સાથે જ મોરબીની હળવદ તાલુકા પંચાયતમાં અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે. હળવદ તાલુકા પંચાયતની ચરડવા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર શાંતાબેન માકાસણાએ જીત હાંસલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટા ભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ત્યારે હવે રૂપાણીના ગઢ રાજકોટમાં કોંગ્રેસે એન્ટ્રી મારી દીધી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31