Last Updated on March 2, 2021 by
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની ચૂંટણી માટેના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં પરિવર્તન નહીં પરંતુ પુનરાવર્તન થશે. અત્યાર સુધીની મતગણતરી જોઇએ તો ચારેકોર કેસરિયો લહેરાતો જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થતા નજરે આવી રહ્યાં છે. તો ચાલો તમને જણાવીએ કે કઇ નગરપાલિકામાં તમામ બેઠકો પર ભાજપનો દબદબો રહ્યો છે.
ભુજ નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી
ભાજપ શાનદાર દેખાવ કરીને વિજયકૂચ કરી રહ્યો છે અને ભુજ નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી છે. ભુજ નગરપાલિકામાં કુલ 40 બેઠક છે અને તેમાંથી 21 બેઠકો જીતીને ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. વોર્ડ નંબર 10માં ભાજપની પેનલની જીત થતાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો જીતી છે.
સી.આર. પાટીલના ગઢમાં ભગવો લહેરાયો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. ગણદેવી નગરપાલિકામાં 24 માંથી 24 બેઠકો ભાજપના ફાળે ગઈ છે.
અહીં કોંગ્રેસે ભાજપને આપી પછડાટ
સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ માટે પહેલા સારા સમાચાર આવ્યા છે અને માળિયા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો થયો છે. કોંગ્રેસે માળિયા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 20 પર કબજો કરીને ભાજપને કારમી પછડાટ આપી છે. માળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1થી વોર્ડ નંબર 5માં કોગ્રેસની જીત થઈ છે અને દરેક વોર્ડની ચાર-ચાર બેઠકો કોંગ્રેસે જીતી છે.
ઉના નગર પાલિકામાં 36માંથી 35 બેઠક પર ભાજપનો વિજય
ગીર સોમનાથની નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ઉના નગર પાલિકામાં 36માંથી 35 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક અપક્ષ ઉમેદવાર જીત્યા છે. જોકે, કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે અને એક પણ બેઠક જીતી શક્યા નથી. આ કોંગ્રેસના નેતા પૂંજા વંશનો વિસ્તાર છે, જેમાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31