Last Updated on March 2, 2021 by
રાજ્યમાં 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જે અંતર્ગત આજના 2જી માર્ચના રોજ તેની મતગણતરી થઇ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર, સુરત અને સાબરકાંઠામાં 46 બેઠકો સાથે AAPની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં જિલ્લા પંચાયતમાં 6, તાલુકામાં 18 અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે “AAP” આગળ છે.
મહત્વનું છે કે, રાજ્યમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ‘આપ’ એ સુરતમાં રંગ રાખ્યો હતો. ત્યારે એક વાર ફરી આપ તાલુકા પંચાયતના પરિણામોમાં પણ આગળ વધી રહ્યું છે.
જો કે બીજી બાજુ જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનું “કમળ” ખીલી ઉઠ્યું છે. ચારે બાજુ ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રોડ પર ઉમટી પડ્યા છે. આ સાથે જ 12 વાગે ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ગાંધીનગર ખાતે ભાજપ ભવ્ય વિજયની ઉજવણી કરશે. જેમાં 1:30 વાગ્યાની આસપાસ CM રૂપાણી પણ આ વિજયોત્સવની ઉજવણીમાં હાજર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 11 વાગ્યા સુધીના પરિણામોની વાત કરીએ તો, જિલ્લા પંચાયતમાં ભાજપ 201, કૉંગ્રેસ 40 અને અન્યને ફાળે એક બેઠક ગઇ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બીજેપીને 649, કૉંગ્રેસને 165, અન્યને 06 બેઠકો મળી છે. ત્યારે નગરપાલિકામાં બીજેપીને 511, કૉંગ્રેસને 110 અને અન્યને 03 બેઠકો મળી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31