Last Updated on March 2, 2021 by
જિલ્લા પંચાયતમાં 31માંથી 28નું પરિણામ જાહેર, જેમા ભાજપ 28 જ્યારે કોંગ્રેસ 0 બેઠકથી આગળ છે. જ્યારે નગરપાલિકામાં 81માંથી 53નું પરિણામ જાહેર, જેમા ભાજપ 12 જ્યારે કોંગ્રેસ 01 બેઠકથી આગળ છે. અને તાલુકા પંચાયતમાં 231માંથી 149 ભાજપ 139 કોંગ્રેસ 08 અને AAP અને અન્ય 01-01 બેઠકથી આગળ છે.
મહત્વનું છે કે 2015ની ચૂંટણીમાં 31માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી. 31માંથી માત્ર 8 જિલ્લા પંચાયત જ ભાજપના ફાળે આવી હતી. 231 તાલુકા પંચાયતમાંથી 146 કોંગ્રેસ અને 85માં ભાજપને જીત મળી હતી. 51 નગરપાલિકામાંથી ભાજપને 37 અને કોંગ્રેસનો 14માં વિજય થયો હતો.
31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો લડ્યા
રાજ્યની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 2,655 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. જેમાં ભાજપના 954, કોંગ્રેસના 937 ઉમેદવારો મેદાને છે. BSPના 88, NCPના 23, CPI-Mના 3, AAPના 304 ઉમેદવાર છે. જ્યારે અન્ય પક્ષોના 133 અને 209 અપક્ષ ઉમેદવારો રણસંગ્રામમાં છે.
ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આજે તા.2જી માર્ચે પરિણામ જાહેર થઈ રહ્યા છે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગૃતતાના દર્શન કરાવ્યા હતાં. ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું. પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા.
10 વાગ્યા સુધીના પરીણામ
મતક્ષેત્ર | કુલ બેઠક | ચુંટાયેલ બેઠક | બિન હરિફ | ભાજપ | બિન હરિફ | કોંગ્રસ | બિન હરિફ | અપક્ષ | બિન હરિફ | અન્ય | બિન હરિફ | બિન હરિફ |
Kachchh | 40 | 0 | 0 | |||||||||
Patan | 32 | 0 | 0 | |||||||||
Mahesana | 42 | 0 | 1 | 1 | ||||||||
Sabar Kantha | 36 | 0 | 0 | |||||||||
Gandhinagar | 28 | 1 | 0 | 1 | ||||||||
Ahmadabad | 34 | 1 | 3 | 1 | 3 | |||||||
Surendranagar | 34 | 0 | 2 | 2 | ||||||||
Rajkot | 36 | 1 | 0 | 1 | ||||||||
Jamnagar | 24 | 1 | 0 | 1 | ||||||||
Porbandar | 18 | 0 | 0 | |||||||||
Junagadh | 30 | 0 | 1 | 1 | ||||||||
Amreli | 34 | 0 | 0 | |||||||||
Bhavnagar | 40 | 0 | 0 | |||||||||
Anand | 42 | 0 | 0 | |||||||||
Panch Mahals | 38 | 0 | 4 | 4 | ||||||||
Dohad | 50 | 0 | 0 | |||||||||
Vadodara | 34 | 0 | 0 | |||||||||
Narmada | 22 | 0 | 0 | |||||||||
Bharuch | 34 | 0 | 1 | 1 | ||||||||
The Dangs | 18 | 0 | 2 | 2 | ||||||||
Navsari | 30 | 0 | 0 | |||||||||
Valsad | 38 | 0 | 1 | 1 | ||||||||
Surat | 36 | 0 | 2 | 2 | ||||||||
Tapi | 26 | 0 | 0 | |||||||||
Devbhumi Dwarka | 22 | 2 | 1 | 1 | 2 | |||||||
Morbi | 24 | 2 | 0 | 2 | ||||||||
Gir Somnath | 28 | 0 | 0 | |||||||||
Botad | 20 | 0 | 7 | 7 | ||||||||
Arvalli | 30 | 0 | 0 | |||||||||
Mahisagar | 28 | 1 | 0 | 1 | ||||||||
Chhota Udaipur | 32 | 0 | 0 |
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31