Last Updated on March 2, 2021 by
.ગુજરાતમાં 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોમાં રવિવારે ચૂંટણી થઈ હતી અને મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું ધીંગુ મતદાન થયુ હતુ. હવે આજે મતગણતરી યોજાવાની છે. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
કોંગ્રેસને મોટો ઝટકો
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. જેમાં વિપક્ષના નેતા પરેશધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે ધારી બેઠક પર આમ આદમી પાર્ટીની ધમાકેદાર જીત થઈ છે. ત્યારે આ મામલે કોંગ્રેસે મનોમંથન કરવું જરૂરી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે અમરેલીએ કોંગ્રેસનો ગઢ છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધમાકેદાર પ્રર્દશનથી રાજકીય નિષ્ણાંતો પણ ચોંકી ઉઠ્યા છે. હવે કોંગ્રસને મહામંથન કરવાનોસમય આવી ગયો છે. ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રીથી સત્તાધારી પક્ષ અને વિપક્ષ પર શું અસર પડશે તે હવે જોવાનું રહ્યું.
રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું. પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા. મોટા પ્રમાણમાં મતદાન કર્યુ હતું અને તેમાં ભાજપ વીંખાઈ ગયો હતો. આ વખતે ગામડામાં ખરાબ ચિત્ર ન હતું. રાજય સરકારે સંખ્યા બંધ ગ્રામ્યલક્ષી પગલાઓ લીધા હતા. થોડીઘણી નારાજી છતાં બહુ ખરાબ વાતાવરણ ન હતું. આ સિવાય કોર્પોરેશનના પરિણામોને પણ ઘણા અંશે પ્રભાવ પડયાના સંકેત મળ્યા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31