GSTV
Gujarat Government Advertisement

મતદારો કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે છે કે ભાજપને મળશે જાકારો તે આજે જોવા મળશે, અમદાવાદની 314 બેઠકોની માટે મતગણતરી

ચૂંટણી

Last Updated on March 2, 2021 by

અમદાવાદ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો, ૯ તાલુકા પંચાયતોની ૧૭૬ બેઠકો અને પાંચ નગર પાલિકાની સંપન્ન થયેલી ચૂંટણીનું આજે મંગળવારે પરીણામ જાહેર થશે. આજે  સવારે ૯ વાગ્યે મતગણતરી હાથ ધરાશે. જેમાં ૮૦૯ ઉમેદવારોના રાજકીય ભવિષ્ય પરથી પડદો ઉંચકાશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કયા પક્ષને સત્તા મળશે. કયા પક્ષની હાર થશે અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષો આ ચૂંટણીમાં કેવો દમખમ દેખાડે છે તે મોડી સાંજ સુધીમાં ખબર પડી જશે.

કઇ નગર પાલિકાઓની મતગણતરી ક્યાં થશે ?

પાલિકામતગણતરી કેન્દ્ર
બારેજાકુમારશાળા બારેજા
વિરમગામએલ.સી.દેસાઇ કન્યા વિદ્યાલય
સાણંદમીટિંગ હોલ પ્રાંત કચેરી સાણંદ
બાવળાનગરપાલિકા બિલ્ડિંગ
ધોળકાશ્રી બી.પી.દાવડા સરસ્વતી વિદ્યાલય ખારકુવા, ધોળકા

જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૯૯ ઉમેદવારો ચૂંટણી લડયા હતા. ૯ તાલુકા પંચાયતની ૧૭૬ બેઠકો માટે ૪૬૨ અને પાંચ  નગર પાલિકાની ૧૦૪ બેઠકો માટે ૨૪૮ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહીને મતદારો વચ્ચે ગયા હતા. આમાથી કયા ઉમેદવારને રાજગાદી મળશે અને કયા ઉમેદવાર ઘરભેગા થશે તે આજની મતગણતરી દરમિયાન ખબર પડશે.

અમદાવાદ જિ.પં. અને 9 તા.પંચાયતોની મતગણતરી ક્યાં થશે ?

પંચાયતમતગણતરી કેન્દ્ર
જિ.પં.-ગાંગડ, કાવીઠા, નાનોદરા, શિયાળ,બાવળા તા.પંચાયતશ્રીમતી એમ.સી.અમીન ગર્લ્સ હાઇસ્કૂલ બાવળા
જિ.પં.-બદરખા, કૌકા, કોઠ, સાંથળ, વટામણ, ધોળકા તા.પંચાયતશ્રી સી.વી.સરસ્વતી કન્યા વિદ્યામંદિર, કલીકુંડ ધોળકા
જિ.પં.-ધોલેરા, હેબતપુર, ધોલેરા તાલુકા પંચાયતશ્રી કીકાણી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ધંધૂકા
જિ.પં.-ગલસાણા, હડાળા, ધંધૂકા તા.પંચાયતશ્રી કીકાણી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ, ધંધૂકા
જિ.પં.- અસલાલી, કુંજાડ, કાસીન્દ્રા, નાંદેજ, ભુવાલડી, કુહા, સિંગરવા, દસક્રોઇ તા.પંચાયતગીતા હાઇસ્કૂલ લાંભા
જિ.પં.-ચાંગોદર, મોડાસર, મોરૈયા, ચેખલા, માણકોલ, વિરોચનનગર, સાણંદ તા.પંચાયતજે.ડી.કન્યા વિદ્યાલય નળસરોવર રોડ, સાણંદ
જિ.પં.-કરકથલ, સચાણા, ઘોડા, શાહપુર, વિરમગામ તા.પંચાયતશ્રી એમ.જે.હાઇસ્કૂલ વિરમગામ
જિ.પં.- માંડલ, સીતાપુર, માંડલ તા.પંચાયતમહાત્મા ગાંધી વિનય મંદિર, માંડલ
જિ.પં.-દેત્રોજ, સુંવાળા, દેત્રોજ-રામપુરા તા.પંચાયતમહાત્મા ગાંધી વિનય મંદિર, માંડલ

જિ.પં.ની ચૂંટણીમાં ૭૦.૭૨ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. મતદારોએ આ ચૂંટણીમાં સ્વયંભુ ભારે રસ દાખવ્યો હતો. આજે  જિલ્લાભરમાં કુલ ૧૨ મતગણતરી કેન્દ્રો પર કુલ ૩૧૪ બેઠકો માટેની મતગણતરી હાથ ધરાશે.

આજે સવારથી મતગણતી કેન્દ્રો પર ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉમટી પડશે. મતગણતરીમાં વિવિધ રાઉન્ડોમાં  થતા ચઢાવ-ઉતાર વચ્ચે ઉમેદવારો અને સમર્થકોના જીવ ઉંચા-નીચા થતા રહેશે. જીતની આશા સાથે હાર-તોરા, ફટાકડા, મીઠાઇઓ સાથે વિજય સરઘસ કાઢવાની પુરેપુરી તૈયારીઓ સાથે મતગણતરી કેન્દ્ર પર આવી જશે. 

મહાનગર પાલિકામાં મળેલા કારમાં પરાજય બાદ કોંગ્રેસને હવે ગ્રામ્ય વિસ્તારોમાં અસ્તિત્વ ટકાવી રાખવાનો  સૌથી મોટો પડકાર છે. ભાજપ સતત મળતી જીતને લઇને અતિઉત્સાહમાં છે. હવે જોવું રહ્યું કે ગ્રામ્ય કક્ષાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મતદારો કોને સત્તાનું સુકાન સોંપે છે. મતદારો કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે છેકે હવામાં ઉડતા ભાજપને જમીન પર લાવીને તેનો નશો ઉતારે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33