GSTV
Gujarat Government Advertisement

જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો

Last Updated on March 2, 2021 by

ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું.

કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું આપ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેઓ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે.તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે.

ઝઘડિયામા તાલુકા પંચાયતમાંથી ધારાસભ્ય છોટુ વસાવાની પાર્ટી બીટીપી નું ધોવાણ

  • ઝઘડિયામા તાલુકા પંચાયતમાંથી ધારાસભ્ય છોટુ વસાવાની પાર્ટી બીટીપી નું ધોવાણ
  • ઝઘડિયા તાલુકા પંચાયતમાં છેલ્લા પંદર વર્ષથી બીટીપી નું રાજ હતું
  • છોટુ વસાવાના રાઇટ હેન્ડ પ્રકાશ દેસાઇ બીટીપી સાથે છેડો ફાડી ભાજપામાં જોડાયા હતા
  • તાલુકા પંચાયત ની કુલ 22 બેઠકમાંથી 10 ના પરિણામ જાહેર
  • 10 માંથી 9 ઉપર ભાજપાની જીત, એક બેઠક ઉપર બીટીપી નો વિજય
  • મોટા સોરવા તાલુકા પંચાયતમાં ભાજપા નો વિજય
  • જિલ્લા પંચાયતની બે બેઠકમાં એક ભાજપા તો એક બીટીપી ના ખોળે

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ નવસારી સાંસદ સી.આર.પાટીલના ગઠમાં ભાજપના નેતા ની પત્નીની હાર

નવસારી જીલ્લાની ગણદેવી તાલુકા પંચાયત ની ભાઠા બેઠક પર ભાજપના ઉમેદવારની હાર

નવસારી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નટવરભાઈ પટેલ ના પત્ની કાંતાબેન પટેલ ગણદેવી તાલુકા પંચાયત ની ભાઠા બેઠક પર હાર

ગણદેવી તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ના નેતા ની પત્ની ની હાર થતા ભાજપીઓમાં સોંપો

  • ઝઘડિયા તાલુકા પંચાયત ની કુલ 22 બેઠકમાંથી 11 ના પરિણામ જાહેર
  • 11 માંથી 9 ઉપર ભાજપાની જીત, 2 બેઠક ઉપર બીટીપી નો વિજય
  • પડાલ તાલુકા પંચાયતમાં ભાજપા નો વિજય
  • જિલ્લા પંચાયતની ચાર બેઠક પૈકી સુલતાનપુરા જિલ્લા પંચાયત અને રાજપારડી જિલ્લા પંચાયત એમ 2 બેઠકમાં ભાજપા તો ધારોલી જિલ્લા પંચાયત ની 1 બેઠક બીટીપી ના ખોળે

બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના મત વિસ્તારમાં ગાબડું

  • બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના મત વિસ્તારમાં ગાબડું
  • બહુચરાજી અને જોટાના તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો
  • ભરતજીના વતન વિરસોડા-રામપુરામાં પણ બીજેપી જીત્યું.

માસી અને ભાણી વચ્ચેના જંગમાં માસીનો થયો વિજય

  • બહુચરાજી અને જોટાના જિલ્લા પંચાયત શીટ પણ બીજેપીએ છીનવી
  • દસ્ક્રોઈ
  • માસી અને ભાણી વચ્ચેના જંગમાં માસીનો થયો વિજય
  • ભાત બેઠક પર કૉંગ્રેસની જીત
  • કોંગ્રેસના શારદા પરમારને 2352 મત મળ્યા
  • ભાજપના રમીલા પરમારને 2205 મત મળ્યા
  • આણંદ જિલ્લાના રાજકારણમાં સૌથી મોટો અપસેટ સર્જાયો

2.16 PMકોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના વતનનો ગઢ તુટ્યો

દહેવાણ જીલ્લા પંચાયત બેઠક પર ભાજપના મહિલા હંસાબેન ૧૨૦૦ મતની સરસાઇથી વિજેતા

  • દહેવાણ તાલુકા પંચાયત બેઠકના કિર્તિસિંહ વિજય બન્યા
  • ભરૂચ #ઝઘડિયા
  • ઝઘડિયામા તાલુકા પંચાયતમાંથી ધારાસભ્ય છોટુ વસાવાની પાર્ટી બીટીપી નું ધોવાણ
  • ઝઘડિયા તાલુકા પંચાયતમાં છેલ્લા પંદર વર્ષથી બીટીપી નું રાજ હતું
  • છોટુ વસાવાના રાઇટ હેન્ડ પ્રકાશ દેસાઇ બીટીપી સાથે છેડો ફાડી
  • જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લેતું ભાજપ

જામનગર જિલ્લા પંચાયત પર ભાજપનો કેસરીયો લહેરાયો

24 માંથી અત્યાર સુધી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય
#ભરૂચ #ઝઘડિયા
ઝઘડિયામા તાલુકા પંચાયતમાંથી ધારાસભ્ય છોટુ વસાવાની પાર્ટી બીટીપી નું ધોવાણ
ઝઘડિયા તાલુકા પંચાયતમાં છેલ્લા પંદર વર્ષથી બીટીપી નું રાજ હતું
છોટુ વસાવાના રાઇટ હેન્ડ પ્રકાશ દેસાઇ બીટીપી સાથે છેડો ફાડી

પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા. ઉલ્લેખનીય છે કે તમામ જીલ્લા પંચાયત નગરપાલિકા તથા તાલુકા પંચાતની બેઠકોની ચૂંટણીની પરિણામોની ગણતરી શરૂ થઈ ગયું છે. તાપી જિલ્લામાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યના મતદાનની આજે મત ગણતરી યોજાઈ રહી છે.

ગુજરાતમાં મહાનગરપાલિકા બાદ હવે પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ ભગવો લહેરાતા કમલમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ કમલમ પર પહોંચ્યા… મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કમલમ પોહચી ગયાં છે. આઈ.કે જાડેજાએ ખેસ પહેરાવી મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યું હતુ.

1.43 PM: ડાંગ જીલ્લાની કોશીમદા જીલ્લા પંચાયત બેઠક પર ભાજપ ના ઉમેદવાર મંગળભાઇ ગાવિત નો વિજય.

1.44 PM:મંગળભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા રાજીનામુ આપતા થોડા સમય પહેલા ડાંગમાં પેટાચૂંટણી યોજાઈ હતી

1.42 PM :હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો

  • હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો
  • વિરમગામ નગરપાલિકામાં હજીસુધી કોંગ્રેસનું ખાતું ના ખુલ્યું
  • અત્યાર સુધી 12 ભાજપ અને 10 અપક્ષ ઉમેદવારોની જીત
  • કોંગ્રેસનો એકપણ ઉમેદવાર ના જીતી શક્યો
  • તાલુકા પંચાયતમાં 10 બેઠક પર ભાજપનો વિજય
  • વિરમગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું હજીસુધી ખાતું ના ખુલ્યું
  • વિરમગામ પંથકમાં આવતી જિલ્લા પંચાયત 3 બેઠકો પર પણ ભાજપનો વિજય
કેટલી સીટ પર કઈ પાર્ટીનો ઉમેદવારનો વિજય
કુલ ઉમેદવારોપરિણામ જાહેરભાજપકોંગ્રેસઅન્ય
જિલ્લા પંચાયત980342289697
નગરપાલિકા27201475115522991
તાલુકા પંચાયત47741712122243159
કુલ ઉમેદવારો847435292666729157

1.04 PM: વિક્રમ માડમના ઉત્તરાધિકારી પુત્ર દ્વારકામાં ચૂંટણી હાર્યા તો સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય પુત્રને ન જીતાડી શક્યા

12.51 PM: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે અને ભાજપ 10 બેઠક સાથે આગળ ચાલી રહ્યું છે. જ્યારે અપક્ષ 6 બેઠક પર આગળ છે.

12.38 PM :પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ નગરપાલિકાની ચૂંટણી હાર્યા, રાજ્યમાં 81 નગરપાલિકામાં ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 પર આગળ

12 .36 :પોરબંદર તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો, 22માંથી 12 બેઠક પર ભાજપનો વિજય

12.06 PM મહેસાણાની છાબલિયા- 1 તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસની જીત, છાબલિયા 2 અને જાસ્કા તાલુકા પંચાયત સીટ પર ભાજપની જીત

12.00 AM- કેશોદ નગરપાલિકાની કુલ 36 બેઠક પૈકી ભાજપની 18 પર જીત, કોંગ્રેસની 6 પર જીત, અત્યાર સુધીમાં 24 બેઠકના પરિણામ જાહેર

11.36 AM: રાણપુર તાલુકાની જાળીલા જીલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય

11.35 AM: ગાંધીનગર જિલ્લા પંચાયતની 4 બેઠકોનાં પરિણામમાં કોંગ્રેસનાં ફાળે 2, ભાજપનાં ફાળે 2 બેઠક

11 વાગ્યા સુધીના પરિણામો પર નજર કરીએ તો, જિલ્લા પંચાયતમાં બીજેપી 201, કૉંગ્રેસ 40, અને અન્યને ફાળે એક બેઠક ગઇ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બીજેપીને 649, કૉંગ્રેસને 165, અન્યને 06 બેઠકો મળી છે. ત્યારે નગરપાલિકામાં બીજેપીને511, કૉંગ્રેસને 110 અને અન્યને 03 બેઠકો મળી છે.

11.28 AM: બનાસકાંઠાની ડીસા નગરપાલિકા 4 વોર્ડના પરિણામમાં ભાજપનું પ્રભુત્વ, 16 બેઠકો પૈકી 12 માં ભાજપ કોંગ્રેસ 1 અને 3 અપક્ષ ઉમેદવાર વિજેતા

  • જિલ્લા પંચાયતમાં 31માંથી 28નું પરિણામ જાહેર, ભાજપ 28 જ્યારે કોંગ્રેસ 0 બેઠકથી આગળ
  • નગરપાલિકામાં 81માંથી 53નું પરિણામ જાહેર, ભાજપ 12 જ્યારે કોંગ્રેસ 01 બેઠકથી આગળ છે.
  • તાલુકા પંચાયતમાં 231માંથી 149 ભાજપ 139 કોંગ્રેસ 08 અને AAP અને અન્ય 01-01 બેઠકથી આગળ

11.17 AM: ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠક પૈકી ભાજપ 2, કોંગ્રેસ અને આપ પાર્ટી 0 પર

ભાજપ

10.59 AM: માળિયા મિયાણા નગરપાલિકાની અત્યારસુધી ગણતરી થયેલીમાં તમામ 12 બેઠકો પર કોંગ્રેસનો સપાટો, એકપણ બેઠક હજુ સુધી ભાજપ જીતી શક્યું નથી

સાબરકાંઠામાં જિલ્લા પંચાયતની બળવંતપુરા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપે ખાતું ખોલ્યું, બિલોદરા જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપની જીત, 2339 મતે ભાજપની જીત

161 જિલ્લા પંચાયતની સીટ પર કમળ આગળ

  • પાલિકા-પંચાયતનાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ
  • 31 જિ.પં.માંથી 20 જિ.પં.માં ભાજપને સરસાઇ
  • 161 જિલ્લા પંચાયતની સીટ પર કમળ આગળ
  • 32 સીટ પર કોંગ્રેસને મળી છે લીડ
  • ન.પાનાં ટ્રેન્ડમાં ભાજપ 306 બેઠક ઉપર આગળ
  • ન.પામાં 41 બેઠકમાં કોંગ્રેસને મળી લીડ

આણંદની જંત્રાલ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના વિમળાબેન કનુભાઈ સોલંકી ૨૯૦૪ વોટની સરસાઇથી વિજેતા

બહુચરાજી તાલુકા પંચાયતમાં 1 અને 2 નંબરની બેઠક પર બીજેપીની જીત

બોટાદ રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠક પૈકી રાણપુર તાલુકા પંચાયતની જાળીલા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશભાઈ નરશીભાઈ કણઝરીયાની જીત

10.48 AM: મહીસાગરના બાલાસિનોરમાં કોંગ્રેસની જીત

  • મહીસાગરના બાલાસિનોરમાં કોંગ્રેસની જીત થઇ છે.
  • આણંદ જિલ્લાની આંકલાવ તાલુકા પંચાયતની આસોદર 1 તાલુકા પંચાયતમાં કૉંગ્રેસનાં ઉમેદવારની જીત, ભાજપના ઉમેદવારોને 1123 વોટ અને કોંગ્રેસના ઉમેદવારને 1878 વોટ મળ્યા
  • લીમખેડા તા.પચાયતની દશલા બેઠક ઉપર કોંગ્રેસનો વિજય, રાજકોટ તાલુકા પંચાયતમાં માલિયાલણ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નીરૂબેન બોરડ વિજેતા બન્યા

10.46 AM: પંચમહાલ – કાલોલ તાલુકા પંચાયતમાં 3 બેઠક ઉપર ભાજપનો વિજય, બાકરોલ, અડાદરા તેમજ ડેરોલ ગામમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર

10.45 AM: પરેશ ધાનાણીના ગઢમાં આપની એન્ટ્રી, ધારી તાલુકાની ભાડેર બેઠક પર આપે બાજી મારી

10.35 AM: 231 તાલુકા પંચાયતોમાંથી 59માં ભાજપ, 10માં કોંગ્રેસ અને 4માં અન્ય આગળ, શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ તરફી વલણ

BJP vs CONGRESS

10.35 AM: 31 જિલ્લા પંચાયતોના પરિણામ, ભાજપનો 20 જિલ્લા પંચાયત પર ઘોડો વિનમાં, કોંગ્રેસના વળતા પાણી રાજ્યમાં 81 નગરપાલિકામાં ભાજપ 54, કોંગ્રેસ 3 બેઠક પર આગળ, આણંદ પાલિકા વોર્ડ 1માં કોંગ્રેસની પેનલ તૂટી એક બેઠક ભાજપ જીત્યું

10.31 AM:- હિંમતનગર નગર પાલિકામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું, વોર્ડ નં 3માં કોંગ્રેસની પેનલ આવી, પૂર્વ વિરોધ પક્ષના નેતા ઇમરાન અલજીવાલાની જીત થઈ

10.30 AM:- વીંછીયાની ભડલી અને બંધાલિ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત, કુલ 1 ભાજપ, 2 કોંગ્રેસ

10.29: AM- આમ આદમી પાર્ટી (AAP)એ સુરત જિલ્લામાં પોતાનું ખાતું ખોલાવ્યું , સુરત મહાનગર પાલિકા બાદ સુરત જીલ્લામાં AAPએ ખાતું ખોલાવીને તાલુકા પંચાયતની બેઠક જીતી

10.24: AM- ચોતરફ ભગવો

  • ખાનપુર તાલુકાના બાકોર જીલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર ભાથીભાઈ જવારાભાઈ વિજય બન્યા છે. ખાનપુર તાલુકા પંચાયતની 16 પૈકી બાકોર અને બોરવાઈ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો.
  • દહેગામ નગર પાલિકા વોર્ડ નંબર 1માં પેનલનો વિજય થયો છે. આ સાથે ભુજ વોર્ડ નંબર 7 બીજેપી પેનલની જીત થઇ છે. ચારે ઉમેદવારોની જીત થઇ છે.
  • જિલ્લા પંચાયતની જેસર બેઠક ઉપર ભાજપનાં પૂર્ણાંબાનો વિજય થયો છે.
  • હારીજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.
ભાજપ
  • તાપીના નિઝર તાલુકા પંચાયતની ભીલજાંબોલી બેઠકના ભાજપના ઉમેદવાર અમરસિંગ વળવીની 82 મતોથી જીત થઇ છે.
  • તા.પં કોટડા સાંગાણીમાં અનીડા વાછરાના ભાજપના ઉમેદવાર શીતલબા ડાભીની જીત થઇ છે.
  • અરડોઈ સીટ પર ભાજપના અંજનાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા જીત થઇ છે.
  • ભુજ પાલિકામાં વોર્ડ નં 7માં બીજેપી પેનલની જીત થઇ છે.
  • પંચમહાલના મોરવા હડફ તાલુકાની અગરવાડા બેઠકમાં ભાજપ 1572 મતથી વિજેતા બન્યું છે.
  • સાબરકાંઠાનાં હિંમતનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વૉર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો છે.

જેસર તાલુકાપંચાયતમાં જેસર 1 સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત, આપના ઉમેદવાર અતુલકુમાર નૈરાયણનો વિજય

10.18 AM: ચોઈલા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર મંજુલાબેન ગોવિંદભાઇ સોલંકી જીત મેળવી 2167 મત મેળવ

વાપી તાલુકા પંચાયતની ચંડોર બેઠક પર ભાજપની જીત

10.16 AM: નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો

અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભગવો લહેરાયો છે. 500થી વધુ મતોથી ભાજપની પેનલ વિજેતા બની છે. બનાસકાંઠાનાં થરા નગરપાલિકાની પેટા ચૂંટણીની બન્ને બેઠકમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે ભાભર પાલિકામા વોર્ડ.1 ના ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. જેમાં પ્રિતીબેન કલ્પેશભાઈ ઠક્કર, નીતાબેન હરીગર ગૌસ્વામી, ભરતભાઈ દરગાભાઈ માળી, રાજુભાઈ જામાભાઈ ઠાકોરનો વિજય મેળવ્યો છે. આ સાથે લોધિકાની ચાંદલી બેઠક પર ભાજપની જીત થઇ છે. 562 મતે ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. અરવલ્લીના મોડાસા નગરપાલિકા વોર્ડ-૦1માં ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોની પેનલનો વિજય થયો છે. દહેગામ નગર પાલિકા પ્રથમ તબક્કાના મતદાનમાં વોર્ડ નંબર 1 બેઠક પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોની પેનલ વિજેતા બની છે. ટંકારા તાલુકા પંચાયતની ધુનડા બેઠકમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ડાયાલાલ ડાંગર વિજેતા બન્યા છે. વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ વિજેતા બન્યા છે.

10.15 AM: કાલાવડ ખંઢેરા જિલ્લા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવાર જગદીશ સાધણીનો વિજય

અરવલ્લીની ધનસુરા તાલુકા પંચાયત અને અંબાસર બેઠક પર ભાજપ વિજય

10.14 AM: તાલુકા પંચાયતની ચિઠોડા અને ચિતરીયા અને ઈટાવડી બેઠક પર ભાજપની જીત

કોંગ્રેસ દંડક તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન ભાઈ કોટવાલ ના પુત્રની હાર..

મહાનગર પાલિકા બાદ નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેન્ડમાં રાજ્યભરમાં ભાજપનું વાવાઝોડુ ફરી વળ્યું છે. અહીં જુઓ 10 વાગ્યા સુધીના પરિણામ…

ભાજપ: ઊંઝામાં 2, અંજાર 2, ભુજ 4, કડી 26, વિસનગર 26, હિંમતનગર 9, ધોળકા 1, વિરમગામ 2, ધ્રાંગધ્રા 13, લીંબડી 4, ચોટીલા 2, કેશોદ 1, દાહોદ 1, ડભોઇ 1, ગોંડલ 5, પાદરા 4, અંકલેશ્વર 1,ગણદેવી 1, ઉમરગામ 9, બારડોલી 8, તરસાલી 4, બોટાદ 4, અંજાર 6, ભચાઉ 8, આણંદ 2, વલભીપુર 4, નડીયાદ 3, શહેરા 2, તાલાલા 8, ઉના 20, ગાંધીધામ 8, સિદ્ધપુર 4, કડી 30, બારેજા 4, લીંબડી 4, અમરેલી 4,પાલીતાણા 4, બોરસદ 8, કપડવંજ 4, ઠાસરા 4, સાવલી 4, રાજપીપળા 4, નવસારી 8, માંડવી 4, વ્યારા 2, વાંકાનેર 4, ઉના 23, ભાભર 4, ડિસા 8, પાલનપુર 8,વડાલી 4, પાટડી 4, સુરેન્દ્રનગર 8, અમરેલી 8, પેટલાદ 4, ઉમરેઠ 6, ગોધરા 8, ડભોઇ 7, ભરૂચ 4, કડોદરા 4, જામરાવલ 4, ખંભાળિયા 4, બરવાળા 4, બાયડ 4, બગસરા 4, સાવરકુંડલા 4,ખંભાત 4, પેટલાદ 4,, ડભોઇ 7, જંબુસર 4

કોંગ્રેસ : મુન્દ્રા 4, અંજાર 2, ભચાઉ 2, વેરાવળ 2, ગાંધીધામ 4, કડી 4, બારેજા 4, લીંબડી 4, અમરેલી 4, પાલીતાણા 4, બોરસદ 4, કપડવંજ 4, ઠાસરા 4,નવસારી 4, માંડવી 4, વ્યારા 2, વાંકાનેર 4, ડિસા 4, પાલનપુર 4, વડાલી 4, ચોટીલા 2,પાટડી 4, સુરેન્દ્રનગર 4, અમરેલી 4, પેટલાદ 4, ઉમરેઠ 2, ગોધરા 4,ડભોઇ 3, ભરૂચ 4, ખંભાળિયા 4, બરવાળા 4, બાયડ 4, સાવરકુંડલા 4,ખંભાત 4, પેટલાદ 4, ડભોઇ 3

ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલના પુત્ર યશ કોટવાલની હાર

10.11 AM: ભુજ નગરપાલિકા વોર્ડ 1 કોંગ્રેસની પેનલની જીત, વોર્ડ 1 કોંગ્રેસનો ગઢ

ભાજપ

10.07 AM: બહુચરાજી તાલુકા પંચાયતમા કોંગ્રેસની ૭૯ મતથી જીત, પ્રથમ સીટ કોંગ્રેસને મળી બનાસકાંઠાનાં ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની પેટાચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલકેશ 145 મતથી વિજય ,જૂનાગઢ તાલુકા પંચાયતની બંધાળા બેઠક પર આપની જીત

10: 00 AM બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોએ જીત મેળવી લીધી.

દેરાણી જેઠાણી

દસક્રોઈ તાલુકા પંચાયતની 23 બેઠક પૈકી અસલાલી બેઠક પર પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. કૉંગ્રેસના સુશીલા બેન ચૌહાણની હાર થઇ છે. તેમને 1685 વોટ મળ્યા છે. આ ઉપરાંત 85 વોટ નોટામાં પડ્યા છે. મહત્ત્વનું છે કે, આ બંને ઉમેદવાર દેરાણી જેઠાણી છે. દેરાણીની જીત થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોએ જીતી લીધી છે

કેટલી સીટ પર કઈ પાર્ટીનો ઉમેદવારનો વિજય
કુલ ઉમેદવારોપરિણામ જાહેરભાજપકોંગ્રેસઅન્ય
જિલ્લા પંચાયત980262600
નગરપાલિકા2720202180211
તાલુકા પંચાયત4774268232297
કુલ ઉમેદવારો847425324383

અત્યાર સુધીની મતગણતરી અનુસાર ભાજપ 54, કોંગ્રેસ 2 અને આપ 1 બેઠક પર આગળ ચાલી રહી છે. આણંદપાલિકા વોર્ડ 1માં કોંગ્રેસની પેનલ તૂટી હતી અને ત્રણ બેઠક જીતી છે જ્યારે એક બેઠક ભાજપે જીતી છે.

9.59 AM :અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભગવો લહેરાયો છે. 500થી વધુ મતોથી ભાજપની પેનલ વિજેતા બની

9.55 AM: રાજકોટ જિલ્લા પંચાયતની ડુમિયાણી બેઠક પર કોંગ્રેસની જીત

9.53 AM: રાજ્યની અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં કેસરીયો લહેરાયો છે

500થી વધુ મતોથી સત્તાધારી પક્ષની પેનલનો ભવ્ય વિજય થવાથી ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ રાજ્યના બનાસકાંઠાનાં થરા નગરપાલિકાની પેટા ચૂંટણીની બન્ને બેઠકમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે ભાભર પાલિકામા વોર્ડ.1 ના ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે.

પ્રિતીબેન કલ્પેશભાઈ ઠક્કર, નીતાબેન હરીગર ગૌસ્વામી, ભરતભાઈ દરગાભાઈ માળી, રાજુભાઈ જામાભાઈ ઠાકોરનો વિજય મેળવ્યો, આ સાથે લોધિકાની ચાંદલી બેઠક પર પણ ભાજપની ભવ્ય જીત થઇ છે. ભાજપના માત્ર 562 મતોના અંતરે ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. અરવલ્લીના મોડાસા નગરપાલિકા વોર્ડ-૦1માં ભાજપની જીત દહેગામ નગર પાલિકા પ્રથમ તબક્કાના મતદાનમાં વોર્ડ નંબર 1 બેઠક પર ભાજપની જીત. ભાજપના ચાર ઉમેદવારોની પેનલ વિજેતા બની છે. ટંકારા તાલુકા પંચાયતની ધુનડા બેઠકમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ડાયાલાલ ડાંગર વિજેતા બન્યા છે. વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ વિજેતા બન્યા છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટીનો દેખાવ સારો રહ્યો છે.

9.51 AM: ભાભર પાલિકા મા વોડૅ. 1 ના ભાજપ ના ઉમેદવારો વિજયી

9.49 AM: સુરતના કદોડરા નગર પાલિકાના વોર્ડ 01માં ભાજપનો ભગવો લહેરાયો છે.

ગુજરાતમાં શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ છવાયું, 12 જિલ્લાપંચાયત, 24 નગર પાલિકા અને 51 તાલુકા પંચાયતમાં આગળ, કોંગ્રેસ 7 નગર પાલિકા અને 7 તાલુકા પંચાયતમાં આગળ

9.40: ગણદેવી નગરપાલિકામાં વોર્ડ નંબર 01માં ભાજપની પેનલ વિજયી થઇ છે.

9.39: આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત

9.39: કચ્છ અબડાસા ભાનાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત

અંકલેશ્વર તાલુકા પંચાયત અંદાડા – ૧ બેઠક ઉપર પુષ્પાબેન વિપુલભાઈ પટેલ વિજેતા (ભાજપ)

9.38 AM: બારડોલી વોર્ડ ન-1 નગરપાલિકામાં ભાજપની પેનલની જીત

9.38 AM:-વિસનગરની ભાન્ડુ તાલુકા પંચાયત પર ભાજપની જીત

9.36 AM: બારેજા નગરપાલિકામાં વોર્ડ નંબર-01માં ભાજપની જીત

9.36 AM :-હળવદની ચરાડવા તાલુકા પંચાયતની બેઠક પર એક અપક્ષની જીત

9.34: AM- ગીર સોમનાથ : તાલાલા નગરપાલિકા વોર્ડ નંબર 01માં ભાજપની જીત

9.33 : AM -વાગરા તાલુકાની દહેજ-1, 2, અને 3 બેઠક પર ભાજપની જીત

9.32: AM- જામનગરની બેરાજા બેઠક પર આપ આદમી પાર્ટીની જીત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપે ખાતું ખોલ્યું

9.30 AM: જૂનાગઢના બગડુ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત

9.30 AM: બોટાદ પાલિકામાં વોર્ડ નં-1માં ભાજપની પેનલનો વિજય,

9.30 AM: સાબરકાંઠા પંચાયતમાં, ભૂજ અને ઉંઝા પાલિકામાં ભાજપ આગળ, આહવાની તાલુકા પંચાયતમાં ભાજપ આગળ

9.20 AM: બોટાદના વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલની જીત

નગરપાલિકાની ચૂંટણીનું પહેલુ પરિણામ જાહેર થઇ ચુક્યુ છે. બોટાદના વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. ત્યારે ભાજપે વગર ચૂંટણીએ જ બે નગરપાલિકાઓ પર જીત મેળવી

પાટણ જિલ્લા, તાલુકા પંચાયત અને  પાલિકાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરી માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. પ્રથમ બેલેટ પેપર અને બાદમાં ઈવીએમથી પ્રથમ બેલેટ પેપરની ગણતરી થશે , મત ગણતરી માટે 14 ને બદલે 7 ટેબલ રખાયાં, અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો,  પાટણ જિલ્લા પંચાયત , નવ તાલુકા પંચાયત અને પાટણ , સિદ્ધપુર નગરપાલિકા અને હારીજ નગરપાલિકાની એક બેઠક મળી કુલ 279 બેઠકની  આજે મત ગણતરી હાથ ધરાશે. જેમાં કુલ 761 ઉમેદવારોનું ભાવી ઇવીએમ માંથી ખુલશે

 કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે આ વખતે દરેક મત ગણતરી કેન્દ્રો પર 14 ના બદલે સાત જેટલા ટેબલ પર જ મત ગણતરી રખાયાંમાત્ર પાટણ નગરપાલિકાની 11 ટેબલ પર મત ગણતરી થશે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસઆરપીના લોખંડી બંદોબસ્ત

રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ

  • કોની રહેશે ગ્રામિણ ક્ષેત્ર પર પકકડ ?
  • ૩૧ જિલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા,૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ
  • સવારે ૮ વાગ્યાથી શરૂ થશે મત ગણતરી
  • રાજકીય પક્ષો અને કાર્યકરોમાં ઉતેજના
  • જિલ્લા પંચાયતનું સરેરાશ 66.38 ટકા મતદાન
  • તાલુકા પંચાયતનું 66.74 ટકા
  • નગરપાલિકાઓનું 58.44 ટકા મતદાન

25 બેઠક બિન હરિફ થઈ જાહેર


ગુજરાત રાજ્યની 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 954 ઉમેદવારો, કોંગ્રેસના 937 ઉમેદવારો, ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર આપના 304 ઉમેદવારો અને અન્ય 460 મળીને કુલ 2,655 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકોમાંથી 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

વર્ષ 2015
ભાજપકોંગ્રેસઅન્યમતદાન
31 જિલ્લા પંચાયત722બેમાં ટાઈ પડી69.55 ટકા
વર્ષ 2021
ભાજપકોંગ્રેસઅન્યમતદાન
31 જિલ્લા પંચાયત00066 ટકા

મોટા પ્રમાણમાં મતદાન કર્યુ હતું અને તેમાં ભાજપ વીંખાઈ ગયો હતો. આ વખતે ગામડામાં ખરાબ ચિત્ર ન હતું. રાજય સરકારે સંખ્યા બંધ ગ્રામ્યલક્ષી પગલાઓ લીધા હતા. થોડીઘણી નારાજી છતાં બહુ ખરાબ વાતાવરણ ન હતું. આ સિવાય કોર્પોરેશનના પરિણામોને પણ ઘણા અંશે પ્રભાવ પડયાના સંકેત મળ્યા છે. અમુક સેન્ટરોમાં ભાજપના જ અમુક અસંતુષ્ટો વિરુદ્ધમાં ચાલવા છતાં કોઈ વિપરીત અસર નહીં કર્યાની છાપ છે.

ભાજપ

આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું. પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા. મોટા પ્રમાણમાં મતદાન કર્યુ હતું અને તેમાં ભાજપ વીંખાઈ ગયો હતો. આ વખતે ગામડામાં ખરાબ ચિત્ર ન હતું. રાજય સરકારે સંખ્યા બંધ ગ્રામ્યલક્ષી પગલાઓ લીધા હતા.

રાજય સરકારે સંખ્યા બંધ ગ્રામ્યલક્ષી પગલાઓ લીધા

થોડીઘણી નારાજી છતાં બહુ ખરાબ વાતાવરણ ન હતું. આ સિવાય કોર્પોરેશનના પરિણામોને પણ ઘણા અંશે પ્રભાવ પડયાના સંકેત મળ્યા છે. અમુક સેન્ટરોમાં ભાજપના જ અમુક અસંતુષ્ટો વિરુદ્ધમાં ચાલવા છતાં કોઈ વિપરીત અસર નહીં કર્યાની છાપ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33