GSTV
Gujarat Government Advertisement

CNGના વધતા ભાવ પર રિક્ષાચાલકોમાં રોષ, કલેક્ટરને રજૂઆત કરી આપી હડતાળની ચીમકી

Last Updated on March 1, 2021 by

વધતી મોંઘવારીના મારને લઇને મધ્યમ વર્ગ પરેશાન થઇ રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે અને સાથે સાથે  CNG ગેસના ભાવ પણ વધી રહ્યા છે. જેથી સતત વધતા ભાવને લઇને રીક્ષા ચાલકો પણ પરેશાન થઇ ગયા છે.

CNG

CNGના વધી રહ્યા છે ભાવ

વધી રહેલા સીએનજી ગેસના ભાવને લઈને ઓટો રીક્ષા ડ્રાઇવર્સ એક્શન કમિટીના સભ્યો અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને CNG ના ભાવમાં વધારો પાછો લેવા માટે રજૂઆત કરી છે. અને જો 10 દિવસમાં સીએનજી ગેસમાં ભાવ નહિ ઘટે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.

ભાવવધતા વધી રહ્યા છે ભાડા

મોંઘવારીની કારમી ભીંસ વચ્ચે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. વધી રહેલ સીએનજી ગેસ, પેટ્રોલઅને ડીઝલના ભાવને કારણે વાહનચાલકોને ભાડામાં વધારો થતા સામાન્ય જનતાને પણ વધુ ભાર પડી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33