GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ: દારૂના નશામાં પોલીસે યુવકને માર્યો ઢોરમાર, આક્રોશમાં સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

Last Updated on March 1, 2021 by

અમદાવાદમાં ખુદ ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પીધેલી હાલતમાં પોલીસકર્મીઓએ યુવકને માર માર્યો હોવાની વાત કરી. આ સમગ્ર ઘટના અમદાવાદના નરોડા અન્ડર બ્રિજ પાસે બની હતી. જેમાં ચાર પોલીસ જવાનોએ યુવકને માર મારતા લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો.

પોલીસ

પોલીસ દારૂ પીધેલી હાલતમાં હોવાનો યુવકે આરોપ લગાવ્યો હતો. વાહન ચાલક યુવક પાસે લાયસન્સ હોવા છતાં પોલીસે માર માર્યો હોવાનો યુવકે આક્ષેપ કર્યો. સ્થાનિક વાહન સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા લોકોએ રોડનો ટ્રાફિક હળવો કર્યો.

આ સમગ્ર ઘટનામાં બલરામ થાવાણીએ કહ્યું કે લોકોએ મને રજૂઆત કરી હતી. હું સ્થળ પર પહોંચ્યો ત્યારે પીધેલી હાલતમાં રહેલા પોલીસકર્મી ભાગવા લાગ્યા હતા. જેમાંથી ચાર માંથી 3 પોલીસકર્મી નાસી ગયા હતા એક હાથ લાગતા તેની વિરુદ્ધ ફરિયાદ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33