GSTV
Gujarat Government Advertisement

પૂર્વ પ્રેમિકાને ધમકી / તું મારી સાથે વાતચીત નહી કરે તો જાનથી મારી નાંખીશ, પ્રેમી ના ન સહન કરી શક્યો

Last Updated on March 1, 2021 by

પ્રેમીના લગ્ન નક્કી થયા પછી પ્રેમિકાએ તેની સાથેના સંબંધ તોડી નાંખ્યા હતા. પરંતુ પ્રેમી દ્વારા સતત પ્રેમિકાનો પીછો કરી પોતાની સાથે સંબંધ રાખવા માટે ધમકીઓ આપવામાં આવતી હતી. છેવટે પ્રેમિકાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજવા રોડ વિસ્તારમાં રહેતી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યુ

આજવા રોડ વિસ્તારમાં રહેતી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યુ છે કે, હું બ્યુટી પાર્લરમાં નોકરી કરૃ છુ. ત્રણ વર્ષ પહેલાં વર્ષ-૨૦૧૭ માં મારે ગૌરવ ઉર્ફે ગોપી રણછોડભાઇ નિઝામા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ, એક વર્ષ પછી તેના લગ્ન નક્કી થતા મેં ગૌરવને કહ્યુ હતુ કે, હવે તારા લગ્ન નક્કી થઇ ગયા છે. જેથી હવે આપણે કોઇ વાતચીત નહી કરીએ અને સંબંધ નહી રાખીએ. ત્યારબાદ અમે છૂટા પડી ગયા હતા.

આપણે કોઇ વાતચીત નહી કરીએ અને સંબંધ નહી રાખીએ

ગત તા.૨૬ મી ફેબુ્રઆરીના બપોરે અઢી વાગ્યે ગૌરવ મારા નોકરીના સ્થળે બ્યુટી પાર્લર પર આવ્યો હતો. તેણે મને ગુસ્સે થઇને કહ્યુ હતું કે,તું મારી સાથે કેમ વાતચીત કેમ કરતી નથી અને મને એક લાફો મારી દીધો હતો. ગૌરવ મને ગાળો પણ બોલતો હોય, ઓફિસમાં હાજર અન્ય સ્ટાફ મેમ્બરે મધ્યસ્થી કરતા તેઓની સાથે પણ ગૌરવે ઝઘડો કર્યો હતો ત્યારબાદ ગોપી ત્યાંથી નીકળી ગયો હતો.

ગોપી ત્યાંથી નીકળી ગયો

આજે સવારે દશ વાગ્યે હું બ્યુટી પાર્લર પર હાજર હતી. તે સમયે ગૌરવનો કોલ આવ્યો હતો. તેણે મને ધમકી આપી હતી કે,તું મારી સાથે વાતચીત નહી કરે તો હું તને જાનથી મારી નાંખીશ. મારા બ્યુટી પાર્લરના મહિલા સંચાલકે ગૌરવને સમજાવવાનો પ્રયાસ કરતા ગૌરવે તેએાને પણ ધમકી આપી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33