Last Updated on March 1, 2021 by
સોશિયલ મિડિયાનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યાની બે ગંભીર ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. નવા વાડજ વિસ્તારમાં રહેતી વિધવાના નામનું ફેક ફેસબૂક આઈડી બનાવીને તેની જ પુત્રીના બિભત્સ ફોટોગ્રાફ અને વિડિયો અપલોડ કરાયાં છે. જ્યારે, બીજી ફરિયાદમાં મોટેરા વિસ્તારની પરિણીતાએ નોઈડામાં રહેતા પતિના પાડોશી સામે ફરિયાદ નોંધાવી છે. પરિણિતા નોઈડા પતિ સાથે રહેવા ગઈ ત્યારે ત્યાંના પાડોશીએ બિભત્સ હરકત કરી હતી. પરિણીતાએ વાંધો ઉઠાવી ઠપકો આપ્યા પછી ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ અને મોબાઈલ નંબર મુકાયાની ફરિયાદ અંગેસાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
મોટેરા વિસ્તારની પરિણીતાએ નોઈડામાં રહેતા પતિના પાડોશી સામે ફરિયાદ નોંધાવી
મોટેરા વિસ્તારમાં રહેતા 3 વર્ષના પરિણીતા મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિ નોઈડા ખાતે કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નવેક વર્ષથી ફરજ બજાવે છે. પતિ નોઈડા રહે છે અને મહિલા પણ ત્યાં આવતાં જતાં રહે છે. બાકીના સમયે મહિલા એકલા જ મોટેરા ખાતેના ઘરમાં રહેતા હોય છે. ગત તા. 2 જાન્યુઆરીએ મહિલા પતિ સાથે રહેવા નોઈડા ગયા હતા. આ સમયે પાડોશમાં રહેતા ઐશ્વર્યાસીંગ બાલકનીમાં તેમના પુરૂષ મિત્ર સાથે અભદ્ર સ્થિતિમાં ઉભા હતા. બન્ને શખ્સોએ ચિડવવા માટે મહિલા સાથે બિભત્સ હરકતો કરી હતી.
બિભત્સ ચેનચાળા કરતાં મહિલા પતિને વાત કરી
મહિલા અંદર જતાં રહ્યાં હતાં. ફરી કપડાં સુકવવા માટે મહિલા બહાર આવ્યા ત્યારે બન્નેએ બિભત્સ ચેનચાળા કરતાં મહિલા પતિને વાત કરી હતી. આ પછી મહિલા અમદાવાદ આવી ગયાં હતાં. તા. 20 ફેબુ્રઆરીએ મહિલા અમદાવાદ પરત આવી ગયા હતા. આ સમયે પતિએ તરફથી જાણવા મળ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ આઈડી પર મહિલાનો મોબાઈલ નંબર મુકી દેવામાં આવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ આઈડી પર મહિલાનો મોબાઈલ નંબર મુકી દેવામાં આવ્યો
મોબાઈલ નંબર સાથે કોમેન્ટમાં 40 રૂપિયા પ્રતિ કલાક એવો ભાવ લખવામાં આવ્યાં હતાં. આ પ્રકારે બદનામી કરવામાં આવતાં મહિલાના નંબર પર અજાણ્યા શખ્સોના ફોન આવતાં હતાં. ઈન્સ્ટાગ્રામ તપાસતાં મહિલાને બદનામી કરાયાની જાણ થઈ હતી. આખરે, મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચે જેમની પર શંકા દર્શાવાઈ છે તેવા નોઈડાના શખ્સની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.જ્યારે, નવા વાડજમાં રહેતા 34 વર્ષના વિધવાના નામનું ફેક ફેસબૂક આઈડી બનાવી તેની પુત્રીની બદનામી કરતાં ફોટોગ્રાફ વિડિયો અપલોડ કરી તેની લિન્ક યુવતીના મંગેતરને ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલાયા ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ છે.
ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલાયા ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાર વર્ષ પહેલાં તેના પતિનું મૃત્યુ નિપજ્યું હતું. ત્રણ દિકરીઓ પૈકીની 18 વર્ષની મોટી પુત્રીની સગાઈ કરવામાં આવી છે. પુત્રીના મંગેતરને ફરિયાદી મહિલાના ફેક ફેસબૂક પ્રોફાઈલની લિન્ક મોકલી ફેસબૂક ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલાઈ હતી. મંગેતરે રિકવેસ્ટ સ્વિકારતા ભાવિ પત્નીના ફોટા અને બિભત્સ વિડિયો જોવા મળ્યાં હતાં.
જમાઈએ આ બાબતે મહિલાને વાત કરી હતી. આ પછી ફરિયાદી મહિલાને અજાણ્યા નંબર પરથી કોલ આવતા હતા અને અભદ્ર ભાષામાં વાત કરવામાં આવતી હતી. પુત્રીના બિભત્સ વિડિયો માતાના ફેક ફેસબૂક આઈડી બનાવી મુકી સમાજમાં બદનામી કરવામાં આવ્યાની ફરિયાદ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31