GSTV
Gujarat Government Advertisement

Video: 81 વર્ષ બાદ ફૂટ્યો દ્વિતિય વિશ્વયુદ્ધનો ‘મહાવિનાશક’ બોમ્બ, 10 કિલોમીટર દૂર સુધી સંભળાઇ ભયાનક વિસ્ફોટની ગૂંજ

બોમ્બ

Last Updated on March 1, 2021 by

ઇંગ્લેન્ડના એક્સેટર શહેરમાં રવિવારે દ્વિતિય વિશ્વ યુદ્ધના જમાનાના મહાવિનાશક બોમ્બને ડિફ્યૂઝ કરવા માટે સેનાના સમગ્ર શહેરને જ ખાલી કરાવી લેવામાં આવ્યુ. જ્યારે આ બોમ્બને રિમોટ કંટ્રોલ દ્વારા ઉડાવામાં આવ્યા તો તેનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અનેક કિલોમીટર દૂર સ્થિત ઘરોની બારીઓના કાચ તૂટી ગયા.  રહેણાક વિસ્તારમાં 900 કિલોગ્રામનો આ બોમ્બ મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બ્રિટીશ સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ વિસ્તારમાં વધુ લાઇવ બોમ્બ મળી શકે છે, જેને જો સમય રહેતા શોધવામાં નહીં આવે તો કોઇ મોટી દુર્ઘટના ઘટી શકે છે.  

બોમ્બ

આસપાસના લોકોને હજુ ઘરે જવાની નહીં મળે મંજૂરી

શુક્રવારે દ્વિતિય વિશ્વ યુદ્ધના જમાનાના આ બોમ્બને નિષ્ક્રિય કર્યાના બે દિવસ બાદ પણ આસપાસના નિવાસીઓને તેના ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં નથી આવી. પોલીસનું કહેવુ છે કે સિક્યોરિટી ઑડિટ કર્યા બાદ જ અમે કોઇપણ વ્યક્તિને તેમના વિસ્તારમાં જવા દઇશું. માનવામાં આવી રહ્યું છે કે આ બોમ્બને જર્મનીના હિટલરની નાઝી સેનાએ બ્રિટનના એક્સેટર શહેર પર નાંખ્યો હતો. આ બોમ્બ શુક્રવારે એક્સેટર યુનિવર્સિટીના કંપાઉંડમાં મળી આવ્યો હતો.

બે દિવસમાં સમગ્ર વિસ્તાર ખાલી કરાવાયો

બોમ્બની સૂચના મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસે સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો હતો. તેમણે યુનિવર્સિટીના 1400 વિદ્યાર્થીઓ સહિત ગ્લેનહોર્ન રોડના ક્ષેત્રમાં આશરે 2600 ઘરોમાં રહેતા લોકોને શુક્રવારે અને શનિવારે વિસ્તારમાંથી દૂર સુરક્ષિત જગ્યાએ જવાના આદેશ આપ્યા હતાં.

આ બોમ્બને નિયંત્રિત વિસ્ફોટક દ્વારા રવિવારે સાંજે 6 વાગીને 10 મિનિટ પર ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની ગૂંજ આશરે 10 કિલોમીટર દૂર સુધી સંભળાઇ હતી. 

બોમ્બ

આસપાસના વિસ્તારોને ભારે નુકસાન

સ્થાનિક પોલીસે લોકોને આદેશ આપ્યો છે કે હાલ તેમણે થોડા દિવસો સુધી આ વિસ્તારથી દૂર રહેવુ પડશે. સંપૂર્ણ રીતે સુરક્ષા તપાસ કર્યા બાદ જ કોઇને આવવાની પરવાનગી આપવામાં આવશે. આ વિસ્ફોટના કારણે આસપાસના અનેક ઘરોની બારીઓ અને દિવાલ તૂટી ગઇ છે. તેનાથી આ ઘરો પડી જવાનો પણ ખતરો ઉભો થયો છે. સ્થાનિક ટીમો સંપૂર્ણ વિસ્તારના ઘરોનું સમારકામ કરવામાં લાગી ગઇ છે.

બોમ્બ

ઘટનાનો વીડિયો વાયરલ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિસ્ફોટ બાદ ઉડતો કાટમાળ જોઇ શકાય છે. રૉયલ નેવી બોમ્બ ડિસ્પોઝલ ટીમના વિશેષજ્ઞોએ આ બોમ્બને નિષ્ક્રિય કર્યો. આ સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33