Last Updated on March 1, 2021 by
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રવિવારે ગ્લોબલ સમુહલગ્નોત્સવ યોજાયા હતા. લગ્નમાં ૧૦૭ યુગલો પ્રભુતામાં પગલા પાડયા હતા. જેમાં ૯૪ લગ્નમંડપ સુરતના વિવિધ વિસ્તારમાં હતા જ્યારે ૧૩ લગ્ન મંડપ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હતા. આ તમામને મંડપને ડીઝીટલી જોડીને અનોખા સમૂહલગ્ન થયા હતા.
લગ્નમાં સૌરાષ્ટ્ર અને સુરત એમ ભાગમાં સ્ટેજની થિમ તૈયાર કરાઇ
મીનીબજાર સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે લગ્ન પ્રસંગે યોજાયેલા સમારોહમાં સૌરાષ્ટ્ર અને સુરત એમ ભાગમાં સ્ટેજની થિમ તૈયાર કરાઇ હતી. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને સુરતમાં પ્રગતિનાં જોડાણને પ્રતિક બનાવીને સ્ટેજ કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવ્યુ હતુ. જેમાં સંચાલકોના ગામડા તથા શહેરના ડ્રેસકોડ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્ટેજ પરથી સમાજ વિકાસ, રૃઢિગત રીવાજો બદલવા અને મોટીવેશનલ તથા હેપ્પીનેસ વિશે ચર્ચા થઇ હતી. આજના આ ગ્લોબલ કાર્યક્રમને ભારત સહિત ૫૦ જેટલા દેશના ૨ લાખથી વધુ લોકોએ ઓનલાઇન માણ્યો હતો. અને દેશ વિદેશમાંથી ૨૨ જેટલા મહાનુભાવાઓ ૧૦૭ નવદંપતિને ઓનલાઇન શુભકામનાઓ પાઠવી હતી.
સમુહલગ્ન યોજનાની રકમ મળીને ૬૦ હજારની સહાય અપાઇ
દરેક યુગલને સમાજ તરફથી કન્યાને ૨૦ હજાર રોકડા તથા ૨૦ હજારના કરિયાવર સાથે કુંવરબાઇનુ મામેરૃ તથા સાતફેરા સમુહલગ્ન યોજનાની રકમ મળીને ૬૦ હજારની સહાય અપાઇ છે. આ ઉપરાંત જેમના પિતા હયાત નથી તેવી લગ્નમાં જોડાયેલી ૨૭ કન્યાઓને રૃ. ૫૦૦૦નો ચાંદલો બાબુ જીરાવાળા તરફથી આપવામાં આવ્યો હતો. આશાદિપ ગૃપ ઓફ સ્કુલ દ્વારા દરેક યુગલને લગ્ન મંડપે જઇને કપલ વોચ ગિફ્ટ કરાઇ હતી. નોંધનિય છે કાર્યક્રમનું ઉદ્ધાટન ગંગા સ્વરૃપ બહેનો દ્વારા કરવામાં આવ્યુ હતુ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31