Last Updated on March 1, 2021 by
મ્યાંમારમાં સુરક્ષા દળોએ આજે સામુહિત ધરપકડો કરી હતી અને દેખાવકારોને વિખેરવા બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં 18 લોકોનાં મોત થયા હતા અને અનેકને ઇજા થઈ હતી. દેખાવકારોએ તેમની ચળવળને આજે વધુ આક્રમક બનાવતા લશ્કરે આડેધડ ધરપકડ કરી હતી, એમ આંતરરાષટ્રીય માનવાધિકારો માટેની સંસ્થા હ્યુમન રાઇટ્સ વોચ દ્વારા કહેવામાં આવ્યું હતું. દેશના સૌથી મોટા શહેર યાનગોનમાં પોલીસે ટીયરગેસ અને વોટરકેનનનો ઉપયોગ કરી દેખાવકારોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
દેખાવો હજુ યથાવત
દેખાવકારોએ આજે પણ આંગ સાન સુકીની ચૂંટાયેલી સરકારના સત્તા પાછી આપવાની માગ સાથે દેશના અનેક શહેરોમાં દેખાવો કર્યા હતા.સોશિયલ મીડિયામાં ભયંકર વિસ્ફોટ અને એસોલ્ટ રાઇફલના ઉપયોગના ફોટા મૂકાયા હતા. સોશિયલ મીડિયાના રિપોર્ટ અનુસાર, દેખાવ દરમિયાન માર્યા ગયેલા એક યુવાનનો ફોટો મૂકવામાં આવ્યો હતો.અન્ય દેખાવકારો તેના મૃત્યદેહને ઉપાડી ગયા ત્યાં સુધી રસ્તા પર પડેલો દેખાયો હતો.
સૈનિકોની અત્યંત ક્રૂર કાર્યવાહી
મ્યાંમારના દક્ષિણપૂર્વમાં આવેલા એક નાનકડા શહેર દાવાઇમાં પણ દેખાવકારો પર સેનિકોએ અત્યંત ક્રૂર કાર્યવાહી કરીને તેમની ઝરપકડ કરી હતી. સ્થાનિક માધ્યમો અનુસાર, વિરોધ કૂચ દરમિયાન સેનીની કાર્યવાહીમાં ઓછામાં ઓછા ત્રણ જણા માર્યા ગયા હતા.
જો કે માર્યા ગયેલાઓનો ચોક્કસ આંક તાત્કાલિક જાણી શકાયો ન હતો. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા એક ફોટોમાં દવાખાને એક વ્યક્તિ સારવાર લઇ રહી હોય એવું દેખાતું હતું. ત્યાર પછી એની પથારીની પાસે પુષ્પમાળા દેખાતા એવું અનુમાન કરાતું હતું કે એ વ્યક્તિ પણ દેખાવ દરમિયાન મારી ગઇ હશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31