GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: પીએમ મોદીએ લીધી વેક્સિન, આજથી રસીકરણનો બીજો તબક્કો

Last Updated on March 1, 2021 by

પીએમ મોદીએ આજે દિલ્હીમાં વેક્સિનલીધી છે. દિલ્હીની એઈમ્સમાં પીએમ મોદીએ કોરોના વેક્સિન લીધી છે,. ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. સાથે સાથે વેક્સિનેશનનો ફોટો પણ શેરકર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19 વેક્સિનનો AIIMS દિલ્હી ખાતે પહેલો ડોઝ લીધો. પીએમ મોદીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી, પીએમ મોદીએ કહ્યું, ‘મેં આજે કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ AIIMS ખાતે લીધો. દુનિયામાં કોવિડ-19 સામે લડવા આપણા ડોકટર અને વૈજ્ઞાનિકોએ જે લગનથી અને ઝડપથી કામ કર્યું છે તે નોંધપાત્ર છે. હું અપીલ કરું છે કે જે વેક્સિન લેવા પાત્ર છે એ વેક્સિન લગાવડાવે. બધા સાથે મળીને ઇન્ડિયાને કોવિડ -19 મુક્ત કરીએ.

પીએમ મોદીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી

રસી

ભારતમાં કોરોના વેક્સિનેશનના આગામી તબક્કાની શરૂઆત સોમવારથી એટલે કે 1 માર્ચથી થવા જઈ રહી છે. રસીકરણ માટેની નોંધણી પણ આજ દિવસથી શરૂ થશે. સામાન્ય લોકોને કેન્દ્રમાં રાખીને આ યોજનાને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. કોવિડ -19 સાથે બનાવેલ એમ્પાવર્ડ ગ્રુપ ઓન ટેકનોલોજી અને ડેટા મેનેજમેન્ટના અધ્યક્ષ રામ સેવક શર્માના જણાવ્યા અનુસાર, રસીકરણનો આ તબક્કો રેલ્વેની તર્જ પર કામ કરશે. રામ સેવક જ કોવિડ -19 વેક્સિન ઈન્ટેલિજેંસ નેટવર્ક અર્થાત્ COWIN પ્લેટફોર્મના વડા છે.

રેલવે સમયપત્રક મુજબ તૈયાર કરાયું છે સોફ્ટવેર

રિપોર્ટ મુજબ રેલ્વે જે રીતે સમયપત્રક બનાવે છે, તે જ રીતે આમાં પણ નક્ક કી કરવામાં આવશે કે ક્યારે કેટલા લોકોને રસી આપવામાં આવશે. જે રીતે રેલ્વેમાં રિઝર્વેશન અને રિઝર્વેશન વિના મુસાફરી કરી શકાય છે. તે જ પ્રકારે હોસ્પિટલોમાં પણ શિડ્યૂલ – સમયપત્રક મુજબ વોક-ઇન સુવિધા હેઠળ પણ વેક્સિન મુકી શકાય છે.
ચાલો જાણીએ રસીકરણથી સંબંધિત 5 મોટા પ્રશ્નો વિશે

વડા પ્રધાન મોદી : એઇમ્સમાં મારી # COVID19 રસીનો પ્રથમ ડોઝ લીધો. નોંધનીય છે કે COVID-19 સામે વૈશ્વિક લડતને મજબૂત બનાવવા માટે અમારા ડોકટરો અને વૈજ્ઞાનિકોએ ઝડપી સમયમાં કેવી રીતે કાર્ય કર્યું છે. હું તે બધાને અપીલ કરું છું કે જેઓ રસી લેવા પાત્ર છે. ચાલો સાથે મળીને ભારતને COVID-19 મુક્ત કરીએ !:

10 હજારથી વધુ પ્રાઈવેટ હોસ્પિટલ


કોરોના વાયરસ રસીકરણ માટે રજિસ્ટ્રેશન અને અપ્લાઈમેન્ટ માટે યૂઝર મેન્યુઅલ રજૂ કરતા કેન્દ્ર સરકારે કહ્યું કે, શાનદાર ગ્રાઉંડવર્ક અને સતર્કતા માટે એડવાઈઝરી નક્કી કરવા માટે દેશમાં કોરોના સંક્રમણને રોકવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે રસીકરણના રજિસ્ટ્રેશન માટે cowin.gov.in પોર્ટલ ઓપન કર્યું છે. જેના પર સવારે 9 કલાકથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તેના માટે આયુષ્માન ભારત PMJAY યોજના હેઠળ 10 હજારથી વધુ હોસ્પિટલ, CGHS હેઠળ 600 હોસ્પિટલ અને અન્ય પ્રાઈવેટ હોસ્પિટલોમાં રસીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસના સંકરણ વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલ રસીકરણ અભિયાનનો બીજો તબક્કો આજથી એટલે સોમવારથી સવારે 9 વાગ્યે શરુ થશે. વેક્સિનેશનના બીજા ચરણમાં 60થી વધુની ઉમર વાળા વરિષ્ઠ નાગરિકોને વેકિસન આપવામાં આવશે, સાથે ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધુની ઉંમર વાળા લોકોનું રસીકરણ કરવામાં આવશે. રસીકરણ માટે લોકો કોવિન 2.0 પોર્ટલ દ્વારા ક્યારે પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એની સાથે કેન્દ્ર સરકારે કોવિન 2.0ને લઇ ગાઈડન્સ પણ જારી કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33