Last Updated on February 28, 2021 by
વૈજ્ઞાનિકોને 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલા રહેતા એન્ટાર્કટિકામાં પડેલી વિશાળ તિરાડનો પતો લાગ્યો છે. આ તિરાડના કારણે એન્ટાર્કટિકાની આઈસ શેલ્ફથી એક વિશાળકાય આઈસબર્ગ છુટો પડ્યો છે. જેનું કદ મુંબઈ શહેર કરતા બે ગણું છે.
આ ઘટના નવેમ્બર 2020માં આઈસ શેલ્ફ પર પડેલી વિશાળ તિરાડ બાદ બની છે. શુક્રવારે સવારે આઈસબર્ગ એન્ટાર્કટિકાની આઈસ શેલ્ફ સાથે સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો. આ તિરાડને નોર્થ રિફ્ટ નામ અપાયુ છે. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેના સંશોધકોને આ હિસ્સો છુટો પડી જશે તેવું પહેલેથી લાગતું હતું. છુટા પડેલા આઈસબર્ગનું કદ 1270 ચોરસ કિલોમીટરનું છે. જ્યારે મુંબઈ શહેર 603 કિલોમીટરમાં ફેલાયેલું છે.
છુટા પડેલા આઈસબર્ગનું કદ 1270 ચોરસ કિલોમીટરનું
સંશોધકોનું કહેવું છે કે, અમે આ ઘટના બનશે તેવુ જાણતા હતા અને તેના માટે તૈયાર હતા. આવનારા સપ્તાહોમાં કે મહિનાઓમાં આ આઈસબર્ગ એન્ટાર્કટિકાથી દુર જઈ શકે છે અથવા તો તેની આસપાસ રહી શકે છે. અત્યારે સંપૂર્ણપણે છુટો પડી ગયેલો આઈસબર્ગ ખુલ્લા પાણીમાં તરી રહ્યો છે.
મુંબઈ શહેર 603 કિલોમીટરમાં ફેલાયેલું છે
હાલમાં એન્ટાર્કટિકાની આઈસ સેલ્ફથી આઈસ બર્ગ છુટો પડી ચુક્યો છે અને બંને વચ્ચે કેટલાક મીટરનો ગેપ સર્જાઈ ચુક્યો છે. જોકે ક્લાઈમેટ ચેન્જના કારણે આ ઘટના બની હોવાનો પૂરાવો હજી સુધી મળ્યો નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31