Last Updated on February 28, 2021 by
કેરળ સરકારે રાજ્યમાં ઓનલાઇન રમી રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. શનિવારે સરકાર તરફથી એનો ઘોષણા કરવામાં આવી ત્યાર પછી સૂચના જારી કરવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે પૈસા માટે ઓનલાઇન રમાતી ગેમ પર કેરળ સરકારે ગેમિંગ અધિનિયમ હેઠળ પ્રતિબંધ મુક્યો છે. ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ લગાવવા માટે ગેમિંગ એક્ટ 1960ની ધારા 14Aમાં સંશોધન કરવામાં આવ્યું છે. બે સપ્તાહ પહેલા, સરકારે કેરળ હાઇકોર્ટને કહ્યું હતું કે તેઓ ઓનલાઇન રમાતી ગેમ રમી પર પ્રતિબંધ લગાવવા વાળી અધિસુચના જારી કરશે.
કોર્ટે વેબસાઇટ અને ઓનલાઇન રમી ગેમ અને આ પ્રકારની જુગારી ગતિવિધિઓને પ્રોત્સાહન આપતા એપ્સ વિરુદ્ધ એક યાચિકા પર સુનાવણી કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને એના પર કાર્યવાહી કરતા કહ્યું હતું કારણ લોકડાઉન દરમિયાન કેરળમાં ઘણા લોકોએ ઓનલાઇન જુગાર રમતમાં હારી પોતાનું બધું ગુમાવી દીધું હતું ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી લીધી હતી.
થશે કાયદેસરની કાર્યવાહી
સંશોધન પહેલા, રાજ્ય પોલીસ જાહેરમાં પૈસા માટે રમવામાં આવતી રમ્મી પર કેરળ ગેમિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. પરંતુ ઓનલાઇન રમી રમત આ કાયદાના દાયરાની બહાર હતી, જેને હવે કાયદા હેઠળ સુધારા કરી લાવવામાં આવી છે. પ્રથમ કાયદાના અભાવનો લાભ લઈને, ઘણા જુગારની ઓનલાઇન એપ્લિકેશનો અને સાઇટ્સનો ભારે પ્રચાર કરવામાં આવ્યો અને રાજ્યના લોકોએ પૈસા કમાવવા માટે તેનો ઉપયોગ શરૂ કર્યો. હવે, નવા સુધારા સાથે, પોલીસ ફરિયાદ પ્રાપ્ત થવા પર આવી વેબસાઇટ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
સેલિબ્રિટીઓને ફટકારી હતી નોટિસ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવેથી, ગેમિંગ કંપનીઓને કેરળના કોઈપણ વ્યક્તિ દ્વારા તેમની સાઇટ્સ પર નોંધણી કરાવવાની મંજૂરીનો ઇનકાર કરવો પડશે. જોકે, સાયબર નિષ્ણાંતોએ કહ્યું હતું કે કાનૂની કાર્યવાહી મર્યાદિત છે કારણ કે આવી ગેમિંગ કંપનીઓના સર્વર્સ ભારતમાં સ્થિત નથી. આ અગાઉ કેરળ હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, અભિનેત્રી તમન્નાહ ભાટિયા અને મલયાલમ અભિનેતા અજુ વર્ગીસને નોટિસ ફટકારી હતી, જે વિવિધ ઓનલાઇન રમી રમત વેબસાઇટની બ્રાન્ડ એમ્બેસેડર હતા.
હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે રમ્મી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર લોકોને આકર્ષિત કરે છે અને ઓનલાઇન રમી રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે. જેને લઇ કોર્ટે સેલિબ્રિટીઝ પાસેથી સ્પષ્ટતા માંગી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31