Last Updated on February 28, 2021 by
વિરમગામ નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના મતદાન માટે વહેલી સવારથી મતદાન ચાલી રહ્યું છે. જો કે, ભાજપ દ્વારા ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો હતો. મતદાન મથકની 100 મીટરની હદમાં ડેમો મશીન લઈ ભાજપ દ્વારા પ્રચાર કરાઈ રહ્યાનું સામે આવ્યું હતું. મતદારોને EVM ડેમો બતાવવામાં આવતો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહોતી કરાઈ.