GSTV
Gujarat Government Advertisement

ડે.સીએમ નીતિન પટેલે કર્યુ મતદાન, ઘર ઘર સુધી પહોંચાડીશું વિકાસયાત્રા ‘: કડી ભાજપનો ગઢ

Nitin Patel Voting

Last Updated on February 28, 2021 by

રાજ્યની મહેસાણા જિલ્લા પંચાયતની 42 પૈકી 41 બેઠકો, 10 તાલુકા પંચાયતની 216 બેઠકોમાંથી 206 બેઠકો અને ચાર નગરપાલિકાની 152 બેઠકો પૈકી 124 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન લોકશાહીની પવિત્ર ફરજ પુરી કરવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કડી નગરપાલિકાના જનસુવિધા કેન્દ્ર ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

મતદાન કરી પત્રકાર સાથેની વાતચીતમાં આહ્વાન કર્યુ

આજના દિવસે તમામ નાગરિકોને પણ પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી લોકતંત્રમાં પોતાની સહભાગીતાને મજબૂત રીતે નોંધાવી સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ હેતુ આપનાં વિસ્તારમાં આપને સબળ નેતૃત્વ પ્રદાન કરે તેવા લોકપ્રતિનિધિઓને પોતાના અમૂલ્ય મત થકી ચૂંટવા એમ તેમણે મતદાન કરી પત્રકાર સાથેની વાતચીતમાં આહ્વાન કર્યુ હતું.

સમગ્ર રાજ્યમાં આજે નગરપાલિકા, પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. મહેસાણા જિલ્લાના કડી નગરપાલિકાના મારા વોર્ડમાં પત્ની અને પરિવાર સાથે મત આપવા આવ્યો છું. કડી ભાજપનો ગઢ છે. આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો છે. ‘કડી નગરપાલિકામાં બે તૃતિયાંશ બહુમતી ભાજપને મળી છે. 36માંથી 26 બેઠક અમારી બિનહરીફ થઈ છે.

કડી નગરપાલિકામાં બે તૃતિયાંશ બહુમતી ભાજપને મળી છે. 36માંથી 26 બેઠક અમારી બિનહરીફ

હું પણ મોટા ભાગના સમયમાં નગરપાલિકા પ્રમુખ અને સભ્ય રહી ચુક્યો છું. ત્યાંથી જે ઘડતર થયું એ બાદ મને નાયબ મુખ્યમંત્રી તરીકે ભાજપે સ્થાન આપ્યું છે. ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે તે જોતા સાંજ સુધીમાં સારી ટકાવારી નોંધાશે. 5 વર્ષનું ભવિષ્ય જેમને જનતા આપશે એ ભાજપના હશે એવો વિશ્વાસ છે. બધા સાથે મળીને વિકાસયાત્રાને એક એક ઘર સુધી પહોંચાડીશું.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33