Last Updated on February 28, 2021 by
આસામમાં કોંગ્રેસે ચૂંટણી જીતવા નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઓળખ આપી એ ગમછા અથવા તો ‘ગમોસા’ને હથિયાર બનાવ્યું છે. મોદીએ કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક ફરજિયાત પહેરવા કહ્યું ત્યારે સલાહ આપી હતી કે, માસ્ક ના હોય તો ગમછો પહેરીને પણ રક્ષણ કરવું. મોદી પોતે જ્યારે પણ રાષ્ટ્રને સંબોધન કરવા આવતા ત્યારે ગમછો પહેરીને આવતા તેથી ગમછો દેશભરમાં જાણીતો થઈ ગયો હતો.
દેશભરમાં ઓળખ આપી એ ગમછા અથવા તો ‘ગમોસા’ને હથિયાર બનાવ્યું
કોંગ્રેસે સીએએ પર ચોકડી મારેલા ગમછા વહેંચીને આસામમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ના વિરોધને પોતાનો મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. આસામમાં ગમછાને ‘ગમોસા’ કહે છે. કોંગ્રેસ આસામમાં સીએએ પર ચોકડી સાથેના ૧ કરોડ કોટનના ‘ગમોસા’ વહેંચશે. આ પૈકી ૫૦ લાખ ‘ગમોસા’ તો તૈયાર છે.
આસામમાં ગમછાને ‘ગમોસા’ કહે છે
રાહુલ ગાંધીએ થોડા મહિના પહેલાં પોતાની પહેલી આસામ યાત્રામાં આ ‘ગમોસા’ પહેર્યો હતો. ગુવાહાતીમાં સીએએના વિરોધમાં થઈ રહેલ રહેલા દેખાવોમાં મરાયેલા ૧૭ વર્ષના સામ સ્ટેફોર્ડની માતાએ તેના પર સહી કરી હતી. કોંગ્રેસે મૃતકોના પરિવારજનોની સહીઓ સાથેના ‘ગમોસા’ વહેચી આ મુદ્દાને ઈમોશનલ બનાવી દીધો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31