GSTV
Gujarat Government Advertisement

આરપારની લડાઈ/ કોંગ્રેસના બળવાખોર નેતા ભગવા રંગે રંગાયા, સાગમટે ભાજપમાં જોડાશે કે શું?

બળવાખોર

Last Updated on February 28, 2021 by

જમ્મુમાં ગુલામ નબી આઝાદે ગાંધી ગ્લોબલ ફેમિલીના નેજા હેઠળ કરેલા કાર્યક્રમને કારણે કોંગ્રેસના બળવાખોર નેતા સાગમટે ભાજપમાં જોડાશે કે શું એવો સવાલ થવા માંડયો છે. ગાંધી ગ્લોબલ ફેમિલી મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ તથા નેલ્સન મંડેલાના વિચારોનો યુવાઓમાં પ્રભાવ વધે તે માટે કામ કરતી સંસ્થા છે અને આઝાદ તેના પ્રમુખ છે. આ સંસ્થાના કાર્યક્રમમાં સિબ્બલ, આઝાદ સહિતના તમામ બળવાખોર નેતા ભગવા કલરની પાઘડી પહેરીને આવતાં આ અટકળો તેજ બની છે.

બળવાખોર

આઝાદે સોનિયાને પત્ર લખનાર બળવાખોર નેતાઓને નિમંત્રણ પાઠવ્યું

આઝાદે આ કાર્યક્રમમાં સોનિયાને પત્ર લખનારા અન્ય બળવાખોર નેતાઓને નિમંત્રણ આપીને સ્પષ્ટ સંકેત આપી દીધો કે, આ કાર્યક્રમ કોંગ્રેસના બળવાખોર નેતાઓનો છે. કાર્યક્રમના બેનરમાં ક્યાંય રાહુલ-સોનિયા નહોતાં જ્યારે અગાઉના તમામ કાર્યક્રમોમાં બંનેની તસવીરો રહેતી.

બળવાખોર

બળવાખોર નેતાઓ હવે આરપારની લડાઈના મૂડમાં

કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનિષ તિવારી, ભૂપિન્દર હુડ્ડા સહિત તમામ ૨૨ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીની ‘ઉત્તર-દક્ષિણ માનસિકતા’ અંગેની કોમેન્ટ તથા આઝાદને નિવૃત્ત કરી દેવાના મુદ્દે થયેલાં પ્રવચનો પરથી સ્પષ્ટ છે કે, બળવાખોર નેતાઓ હવે આરપારની લડાઈના મૂડમાં છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33